SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મહત્યા ક. રૂપાતીત દયાન અમૂર્ત, ચિદાનન્દરૂપ,નિરંજન, સિદ્ધ ભગવાનનું જે ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન છે. રૂપાતીત સિદ્ધ ભગવાનના ગુણેનું ચિત્ર હૃદય પર સ્થિર કરી તે ઉપર ધ્યાનારૂઢ થવું, એજ આ યાનની મતલબ છે. ધર્મધ્યાનના આ ચાર પ્રકારોમાં પૂર્વ પૂર્વ ધ્યાન કરતાં ઉત્તર ઉત્તર ધ્યાન પ્રકર્ષવાળું છે. આવાં આલંબનથી કરતું ધ્યાન “સાલંબન’ ધ્યાન કહેવાય છે. આવા પ્રકારના વિશિષ્ટ ધ્યાનથી આત્મા ઉપરને કમ-મળ ઘણોજ ક્ષીણ થવા પામે છે, અને એ ધ્યાનને અભ્યાસ પ્રકર્ષ ઉપર આવવાથી મનની દૃઢતા એટલી હદે પ્રાપ્ત થાય છે કે આત્મા શુકલધ્યાન, કે જે નિરાલંબન ધ્યાન છે, તેને ધ્યાતા થવા સમર્થ થાય છે. ધ્યાનમાં એક નિયમિત પદ્ધતિ નથી, જુદી જુદી રીતે તેના ભેદો પડે છે. અનેક રીતે ધ્યાન રચવામાં આવે છે. યોગશાસ્ત્રમાં તે તેનું માત્ર દિગ્દર્શન કરવામાં આવ્યું છે. કોઈ પણ રીતે પવિત્ર ધ્યેય તરફ જે એકાગ્ર ચિન્તન કરવામાં આવે, તે ધ્યાન છે. ध्यानिनो भविष्यन्तो स्थितिःध्यानादमुष्माच नृजन्मपूत्तौं महद्धिकं स्वर्गमवाप्नुवन्ति । . पुननृजन्म प्रतिपद्य चारु योगस्य मार्गे पथिकीभवन्ति ॥ ३६॥ Persons habituated to such spiritual Dhyāna, after giving up this human body through Dhyāna, go to heaven full of great prosperity. They are again born in a very noblè family and follow the path of Yoga. ( 36 ) થાનની ભવિષ્યની સ્થિતિ, - “ આ ધ્યાનથી મહાન પુણ્યાત્મા બનેલાઓ, મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થતાં અતુલસમૃદ્ધિશાલી સ્વર્ગમાં જાય છે. ત્યાંથી પુનઃ ઉત્તમ પ્રકારની મનુષ્યજિંદગી પ્રાપ્ત કરી વિશેષ પ્રકારે યોગમાર્ગ સાધવા તત્પર થાય છે.”—૩૬ 780
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy