________________
શ્રકરણ: ]
SPIRITUAL LIGHT.
ક્રમ કાષ્ઠપુજને બાળી રાખ કરી નાંખવામાં આવેછે, પછી ત્રીજી મારૂતી ધારણામાં પ્રબળ પવનથી તે રાખને ઉડાવી દેવામાં આવેછે, બાદ ચેાથી વારૂણી ધારણામાં જળપ્રવાહથી પરિશુદ્ધિ કરવામાં આવે છે અને ત્યાર પછી પાંચમી તત્રભૂ ધારણામાં આત્માને કમરહિત, શુદ્ધ, બુદ્ધ, સનદેવસ્વરૂપ સમજવામાં આવે છે.
પદ્મસ્થ ધ્યાન. પવિત્ર પદાને અવલખીને જે ધ્યાન કરવામાં આવે છે, તે પદસ્થ ધ્યાન છે. આ ધ્યાનની અંદર જુદાં જુદાં પદાનું આલેખન લેવામાં આવે છે. પ્રથમ વર્ણ માતૃકાનું ધ્યાન કરાય છે. નાભિ ઉપર સેળ પત્રવાળુ કમળ સ્થાપી તે સેાળ પત્રા પર સાળ સ્વરા ફરતા ચિંતવાય છે. તેની ઉપર હૃદયમાં ચાવીશ પત્રવાળા કર્ણિકાયુકત કમળની કલ્પના કરાય છે અને તે ચેવીશ પત્રા તથા કણિકા ઉપર + થી લઇ મ સુધીના પચીશ વર્ણો ચિંતવાય છે; તથા મુખ ઉપર આપત્રવાળું કમળ કલ્પી તે આઠ પત્રા ઉપર ય થી લઇ હુ સુધીના આઠ વર્ષોં સ્થાપવામાં આવે છે. આમ નાભિ ઉપર ષોડશપત્રક કમળ, હૃદય ઉપર ચતુર્વિશતિપત્ર અને કણિકાયુક્ત કમળ અને મુખ ઉપર અષ્ટપત્રક કમળ સ્થાપીને વણું માળાનું ધ્યાન કરવામાં આવે છે. આવી રીતે, હૈં, માં, અતિમહત્તા નમઃ તથા નમો અêિતાળ આદિ નવપદ એ વગેરે પદાનાં ધ્યાનાના પણ પદસ્થ ધ્યાનમાં સમાવેશ છે. +
રૂપસ્થ ધ્યાન. આ ધ્યાન શરીરધારી સજ્ઞ પરમાત્માના રૂપને અવલખીને કરવામાં આવે છે. સન્નદેવને જો કે હમણાં આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, છતાં શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે તેઓના ઐશ્વયના ખ્યાલ આવી શકે છે. જેએ સમવસરણની અંદર (વ્યાખ્યાન-પરિષદ્માં) સિહાસનપર બીરાજેલા છે, મેધગભીર વાણીથી વ્યાખ્યાન કરી રહ્યા છે અને જેઓનું પ્રશાન્ત અને દેદીપ્યમાન મુખકમળ શ્રોતૃવર્ગ પર એટલી બધી છાપ પાડી રહ્યું છે કે જન્મવૈરી તિર્યંચ પ્રાણિઓ પણ પરસ્પર શાંત વૃત્તિ રાખી સાવધાન હૃદયથી જેના ઉપદેશ સાંભળે છે, આવા પ્રકારના સર્વાતિશયસ પત્ર ત્રિભુવનપતિ વીતરાગ પરમાત્માના રૂપને ધ્યેય કરી તેનું ધ્યાન કરવું એ રૂપસ્થ ધ્યાન છે. સદેવની પ્રતિમાના રૂપનુ ધ્યાન કરવું તે પણ રૂપસ્થ ધ્યાન છે.
+ આ સબન્ધી સ્ક્રુટ વિવરણ યોગશાસ્ત્ર, જ્ઞાનાવ વગેરે ગ્રન્થામાંથી જોઇ લેવું.
729