________________
પ્રકરણ ] SPIRITUAL LiGHT. | મુક્તિના પંથે નિકળેલા આત્માઓ પિતાની મુસાફરીમાં ત્યારે જ ફતેહમંદ થઈ શકશે કે જ્યારે તેઓ પાંચે ઈન્દ્રિોના વિષયેનાં કંઠના પ્રસંગથી મુંઝાશે નહિ. સ્પશન ઈન્દ્રિયનો વિજય ત્યારે થઈ શકશે કે જ્યારે રૂની તળાઈ વગેરેના મૃદુ સ્પર્શી તરફ રતિ અને પત્થર, લેડું વગેરેના કઠિન સ્પર્શી તરફ અરતિ અનુભવાશે નહિ. રસના ઈન્દ્રિય ઉપર કાબુ મેળવવો ત્યારે બની શકશે કે જ્યારે સ્વાદુ અને ખરાબ રસ ઉપર પ્રીતિ–અપ્રીતિ ઉદ્ભવશે નહિ. ધ્રાણેન્દ્રિય સ્વાધીન થયેલી ત્યારે સમજાશે કે જ્યારે સુરભિ ગન્ધ તરફ પ્રમોદ અને અસુરભિ ગન્ધ તરફ ખેદ જાગશે નહિ. ચક્ષુ ઇન્દ્રિયને વશીકાર ત્યારે થઈ શકશે કે જ્યારે સુરૂપ અને કુરૂપ તરફ મધ્યસ્થવૃત્તિ રહેશે અને ત્રઈન્દ્રિય જિતાયેલી ત્યારે જણાશે કે જ્યારે વીણા વગેરેના મધુર શબ્દો અને ગર્દભ, ઉષ્ટ્ર વગેરેના કર્કશ શબ્દો તરફ મન દ્વિધા વૃત્તિઓથી ઘેરાશે નહિ.
મલિન વાસનાઓને ઉપજાવનાર અને એ દ્વારા આત્માને સંસારમાં અનન્તકાળ ભટકાવનાર ઈન્દ્રિયો છે. એવો સારો યા ખરાબ કાઈ વિષય નથી, કે જે વિષય ઈન્દ્રિયના ભોગમાં ન આવ્યો હોય; તે પછી ઇન્દ્રિયને આટલે ઉછાળો શાને ?. અનન્તકાળથી બ્રહ્માંડના તમામ વિષય ભોગવ્યા છતાં હજુ ઈન્દ્રિયે તૃપ્ત ન થઈ, તે હવે તે કઈ રીતે તૃપ્ત થવાની ? વિષયાનુભવના માર્ગે તે ઈન્દ્રિયગણ તૃપ્ત થાય, એ વાત
જ્યારે ખપુષ્પસમાન ઠરે છે, તે પછી માધ્યસ્થવૃત્તિ ધારણ કરવી એ જ છેલ્લું અને બાકી રહેલું અગત્યનું કર્તવ્ય સમજાય છે.
અહીં એક વાત તરફ ધ્યાન આપવું જોઈએ કે ઇન્દ્રિયને વિજય એ નથી કે ઈન્દ્રિયોને હણી નાંખવી, યા ઈન્દ્રિયોને સર્વથા આંધળી કે પાંગળીજ બનાવી દેવી. આ સંબંધમાં હેમચન્દ્રાચાર્ય કહે છે કે – - " नचेन्द्रियाणां विजयः सर्वथैवाऽप्रवर्तनम् ।
રાવપુરવા તુ પ્રવૃત્તિ તા:” . " अशक्यो विषयः स्प्रष्टुमिन्द्रियैः स्वसमीपगः । रागद्वेषो पुनस्तत्र मतिमान् परिवर्जयेत् " ॥
(ગશાસ્ત્રવૃત્તિ, ચતુર્થ પ્રકાશ ) અર્થાત-ઈન્દ્રિને વિજય એ નથી કે તેની પ્રવૃત્તિ સર્વથા અટકાવી દેવી. ઈન્દ્રની પ્રવૃત્તિ રાગ-દ્વેષના અભાવયુક્ત હોય, તે તે