________________
પ્રકરણ ]. SPIRITUAL LIGHT. एकेकेन्द्रियबलमपि महतेऽनयदेहान्तदुःखं गजमीनभृङ्गपतङ्गसारणकुलं प्रयाति। सुस्पष्टमेकैकहषीकदोषात् का तर्हि सर्वाक्षरतस्य वार्ता* ? ॥३॥
· It is quite evident that herds of elephants, fish, bees, moths and deer, go to destruction through the fault of excessive attachment of each, to one sense only ; what to say of those who are under the influence of all senses ? ( 3 )
એક એક ઇન્દ્રિયની ઉછુખલતા પણ કેટલી અનર્થકારી છે?— : “ એક એક ઈન્દ્રિયો પરવશપણાથી હાથી, મચ્છ, ભ્રમર, પતંગ અને હરિણનું કુટુંબ દેહાનદુઃખને પામે છે, તે સર્વ ઈન્દ્રિમાં આસક્ત રહેનારાઓની શી વાત છે. "-૩
વ્યાખ્યા,
- સ્પર્શન ઇન્દ્રિયના વશથી અંધ બનેલો હાથી ભારે દુઃખ પામે છે. હકીકત એમ બને છે કે હાથીને ફસાવવા જમીનમાં એક મોટે ખાડે ખોદવામાં આવે છે. તે ખાડા ઉપર એક સુન્દર હાથણને દેખાવ ( આકાર ) ઉભો કરવામાં આવે છે. હાથી તે હાથણીની આકૃતિ પાસે જઈ તેની સાથે સ્પર્શન ઈન્દ્રિયના વિષયનું સુખ ભોગવવા તત્પર થાય છે. પરિણામ એ આવે છે કે ધડાક દઈને તે હાથી ખાડામાં પડે છે. આથી તેના શરીરને ભારે દુઃખ થાય છે, અને ત્યાં ને ત્યાં ભૂખ તરસથી તે બહુ દુબલ બને છે. ત્યાર પછી હાથીને પકડનારા માણસે
" अजानन् दाहात्म्यं पततु शलभस्तीबदहने ।
स मीनोऽप्यज्ञानाद बडिशयुतमश्नातु पिशितम् ॥ विजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिलान् । .. न मुञ्चामः कामान् अहह ! गहनो मोहमहिमा " ॥
* –મરિ–ાથાત.
-
695