________________
અધ્યાત્મતત્ત્વાલેક,
શું ભાવાર્થ એ છે કે–“ઉદાત્ત ગુણો વડે શમાવી દીધેલા કક્ષા પણ જિનસદશ ચારિત્રવાળા મહાત્માને પણ જ્યારે નીચે પાડે છે, તે રાગી પ્રાણીઓને માટે તે શું કહેવું ?. જેમ, દાવાનળથી બળેલ અંજન વૃક્ષ કારણસામગ્રી મળતાં ફરીને અંકુરિત-પુષિત-ફલિત થાય છે અને ભસ્મચ્છન્ન અગ્નિ તૃણદિને સંબન્ધ થતાં દાહ-પાકાદિ ક્રિયા કરવા સમર્થ થાય છે, તેમ ઉપશાત થએલા કષાયો પણ પુનઃ પિતાનું સ્વરૂપ બતાવવા સમર્થ થાય છે. ઉપશમણીથી કષાયોને ઉપશમાવનાર મહાત્મા તે ભવમાં (સૈદ્ધાતિકમતે ) મુક્તિને પ્રાપ્ત થતું નથી; અને કદાચિત કોઈ ઉપશમ શ્રેણીવાળાને પણ અડધે ( કિચિ ન્યૂન ) પુદ્ગલપરાવતો સંસાર ભમવાને પ્રસંગ આવી જાય છે. અગ્યારમા ગુણસ્થાન સુધી પહોંચેલ મહાત્મા પણ પાછો અનન્ત સંસાર રઝળે છે, એ માટે સ્વલ્પ પણુ કષાય તરફ વિશ્વાસ ન રાખવો જોઈએ. ડું ઋણ, ડું છિદ્ર અને થોડો અગ્નિ જેમ વિશ્વાસ રાખવા યોગ્ય નથી, તેમ છેડે પણ કષાય રહેતે બેદરકાર રહેવું ન જોઈએ, કારણ કે તે બધું થોડું હોય તે પણ તેને લાંબું થતાં લગારે વાર લાગતી નથી.”
ચોથું પ્રકરણ ખલાસ થયું. એની અંદર ક્રોધ, માન, માયા અને લેમ એ ચાર કષાયોના સંબંધમાં જોયું. હવે એ કષાયને ક્ષીણ કરવાને માર્ગ શી રીતે લે જોઇએ છે, એ તરફ વિચાર કરવાની અગત્ય રહે છે. ચાલે, એને માટે પાંચમા પ્રકરણમાં પ્રવેશ કરીએ.
624