________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT. રહેવાને સ્થાન આપવું, એ આ વ્રતને અર્થ છે. + સાધુ-સંત સિવાય ઉત્તમ ગુણના પાત્ર એવા ગૃહસ્થની પણ પ્રતિપત્તિ કરવાને આ વ્રતમાં સમાવેશ છે.
- આ વ્રતમાં પાત્ર, કુપાત્ર અને અપાત્રને વિચાર કરાય છે. પાત્રના ત્રણ ભેદ પડે છે-ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. મહાવ્રતધારી શાંતવૃત્તિસ્થ મુનિમહાત્માઓ ઉત્તમ પાત્ર છે, ગૃહસ્થ ધર્મનાં તેને પાળવાવાળા આત્મોન્નતીષ્ણુ શુદ્ધદષ્ટિવાળા સજજને મધ્યમ પાત્ર છે અને વિરતિ-વતને નહિ પાળી શકનારા તથા છતાં તે ઉપર દઢ અભિરૂચિવાળા તત્વસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા ધરાવનારા સદગૃહસ્થ જઘન્ય (ત્રીજે નંબરે ) પાત્ર છે. જેઓ અવળે રસ્તે અજ્ઞાનતપ કષ્ટ ઉઠાવે છે, તેવાઓ કુપાત્ર છે, અને જેઓ નિણી છતાં સાધુ-મહાત્મા અથવા ધર્માચાર્યપણને ડોળ ઘાલી જગતને અંધારા કુવામાં નાંખવાનો પ્રયત્ન કરે છે, તેવા વિષયલંપટ લેકે અપાત્ર છે.
પાત્રોમાં આપેલું દાન મેક્ષનું સાધન માન્યું છે, અને કુપાત્ર તથા તથા અપાત્રોને સુપાત્રબુદ્ધિથી આપેલું દાન અનર્થકારી છે. અનુકંપાની લાગણુએ દયાની દૃષ્ટિએ કઈ પણ–ગમે તેવા માણસને દાન આપવામાં વાંધો નથી; એ દાન અનુકંપાદાન કહેવાય છે, અને એ કલ્યાણનું સાધન છે.
બાર વ્રતની ટૂંક વ્યાખ્યા જોઈ. ગુણવ્રત એ કારણથી કહેવાય છે કે તે વ્રતથી અણુવ્રતને “ગુણ” અર્થાત પુષ્ટિ મળે છે. શિક્ષાવ્રતો એ કારણથી કહેવાય છે કે તે વ્રતો “શિક્ષા” અર્થાત ધર્મના અભ્યાસરૂપ છે. આ બારે વ્રત ગ્રહણ કરવાનું સામર્થ ન હોય, તે. શક્તિઅનુસાર જેટલાં વ્રત લેવાં હેય, તેટલાં લઈ શકાય છે. સમ્યકાવયુક્ત એક વ્રતથી લઈને ગમે તેટલાં વ્રત ધારણ કરનારા પુરૂષ શ્રાવક અને સ્ત્રીઓ શ્રાવિકા કહેવાય છે. (કેવલ સમ્યકત્વધારી પણ “શ્રાવક' છે.*) . " "+ “રાને ચતુર્વિધારણાત્રાss છાવનાનાના " " ' अतिथिभ्योऽतिथिसंविभागवतमुदीरितम् " ॥ . . .
-હેમચન્દ્ર, યેગશાસ્ત્ર. * सर्वविरतिरहितत्वे सति सम्यक्त्वधारित्वं श्रावकत्वम् ।
$11