________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT, જતુઓ પાછા એમના એમ તે કપડામાં જ રહે છે તે મરી જાય, એ દેખીતું છે. અને એ હિંસાને ધર્માભિલાષી માણસ આંખથી જતી કરે નહિ. માટે તે પડાને સંખારે ( પાણીમાં આવેલા જતુઓ ) પાછો પાણીમાં જ પહોંચાડી દેવો જોઈએ. અર્થાત તે સંખારે ચેડા પાણીમાં નાંખી તે પાણી જ્યાંથી ( જે કુવા-તળાવમાંથી ) લાવ્યા હોય, તેમાં મેળવી દેવું. આ વાત જેનેનાજ ઘરની નથી, કિન્તુ પ્રમાણ અપાયેલા ચાલુજ ( ઉત્તરમીમાંસા ) ગ્રન્થના
પ્રિયન્ત મિષ્ટતાને કૂતરા: ક્ષારાત્મવાદ |
क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः ” ॥ આ શ્લોકથી પણ બતાવવામાં આવ્યું છે કે –“ ખારા પાણીના પિરા મીઠા પાણીમાં અને મીઠા પાણીના પિરા ખારા પાણીમાં આવવાથી મરી જાય છે, માટે એક બીજા જલાશયનું વિચિત્ર સ્વભાવનું પાણી ગળ્યા વગરનું સેળભેળ ન કરવું.” - આ સિવાય મહાભારતમાં પણ કહ્યું છે કે
विंशत्यंगुलमानंतु त्रिंशदंगुलमायतम् ।
___ तद्वस्त्रं द्विगुणीकृत्य गालयित्वा पिवेजलम् ॥ - તસ્મિન્ વ સ્થિતાનું જ્ઞાવાનું સ્થાનમઃ | .. एवं कृत्वा पिबेत् तोयं स याति परमां गतिम् " ॥ આ “વિશ આંગળ પહોળું અને ત્રીશ આગળ લાંબુ વસ્ત્ર લઈ તેને બેવડું કરી તેનાથી ગળીને પાણી પીવું, અને તે વસ્ત્રમાં આવેલા જીવોને જળમાં (કુવા વગેરેમાં ) નાંખવા. એવી રીતે પાણી પીનાર (ગળ્યા વગર પાણી પીનારની અપેક્ષાએ ) સારી ગતિ પામે છે.
આ સિવાય વિષ્ણુપુરાણ વગેરે બીજા પણ અનેક ગ્રન્થમાં પાણી ગળીને પીવાનું કહેવામાં આવ્યું છે.
પહેલું અણુવ્રત જોયું. હવે–
૨ સ્થલમૃષાવાદવિરમણ-સ્થૂલ મૃષાવાદને પરિત્યાગ. સર્વથાસૂમ પણ અસત્ય નહિ બલવાની ટેક નહિ રાખી શકનાર ગૃહસ્થને સ્કૂલ અસત્યને ત્યાગ કરવાનું આ બીજા વ્રતમાં પ્રાપ્ત થાય છે. વિશાળ
ૐ01