________________
પ્રકરણ, ]. SPIRITUAL LIGHT.
આ સંબંધમાં ગુણસ્થાનકમારેહમાં લખ્યું છે કે“ અહેવાયુર્વધર્મગુ ચા કેવ-ગુરુ-ધર્મથી ! ___तन्मिथ्यात्वं भवेद् व्यक्तमव्यक्तं मोहलक्षणम् " ॥
" अनाद्यव्यक्तमिथ्यात्वं जीवेऽस्त्येव सदा, परम् ।। - મિથ્યાત્વથીગ્રારિબસ્થાનતોરતે ” ( - ).
અર્થાત –કુદેવ, કુગુરૂ અને કુધર્મ ઉપર યથાર્થદેવ, યથાર્થગુરૂ અને યથાર્થધામ તરીકેની જે બુદ્ધિ થવી, તે વ્યક્તમિથ્યાત્વ છે. અને તદ્દન અજ્ઞાનદશા–એટલું વિપરીત સમજવાની પણ અયોગ્યતા-ઘેર તમ સ્થિતિ એ અવ્યકતમિથ્યાત્વ છે. આ અવ્યકત મિથ્યાત્વ અનાદિકાળથી છવામાં રહ્યું છે, પરંતુ તે અવ્યક્તમિથ્યાત્વમાંથી નિકળી બતમિથ્યાત્વબુદ્ધિને પ્રાપ્ત થવું, એ પ્રથમ ગુણસ્થાન છે.
આ અભિપ્રાય ઉપર યોગિ મહાત્માઓનું એમ કહેવું છે કે-ગની આઠ દૃષ્ટિઓ પૈકી પ્રથમ મિત્રા દૃષ્ટિને પ્રાપ્ત થવામાં જ પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ રહેલી છે. “ગુણસ્થાન” શબ્દજ આપણને એમ બતાવે છે કે કંઈક ગુણેને વિકાસ થવો જોઈએ, ત્યારેજ ગુણસ્થાન ઘટી શકે. એ માટે મિત્રાદષ્ટિના ગુણોના આધાર ઉપર પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ માનવી જોઇએ. અવ્યકમિથ્યાત્વમાંથી વ્યક્તિ મિથ્યાત્વબુદ્ધિ ઉપર આવવું, એ જેમ એક અપેક્ષાએ ઉન્નતદશા છે, તેમ બીજી અપેક્ષાએ એમ પણ કહી શકાય છે કે અવ્યકતમિથ્યાત્વ કરતાં રદ્ધપરિણામવાળી વ્યકતમિથ્યાત્વ બુદ્ધિ વધુ ખરાબ પરિણામ નિપજાવનાર બને છે. વ્યક્તમિથ્યાત્વબુદ્ધિની ઉગ્રતાદશામાં જેવો કિલષ્ટકર્મને બંધ પડે છે, તે અવ્યક્તમિથ્યાત્વથી પડતો નથી. વ્યક્તમિથ્યાત્વ બુદ્ધિની દુષ્ટતાથી જેવાં ખરાબ કૃત્ય થાય છે, તેવાં અવ્યક્તમિથ્યાત્વથી થતાં નથી; એ માટે જે વ્યક્તમિથ્યાત્વબુદ્ધિને પ્રથમ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે, તે વિશિષ્ટ પ્રકારની સમજવી; એવી
* આ અભિપ્રાય ભગવાન હરિભદ્રસૂરિને છે. જુઓ તેઓને યોગદષ્ટિસમુચ્ચય
" प्रथमं यद् गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः " ॥ ४० ॥
448