________________
પ્રકરણ : SPIRITUAL LIGHT.
અનિવૃત્તિગુણસ્થાન, અહીં પૂર્વ ગુણસ્થાનના કરતાં એવો અધિક ઉજજવલ આત્મપરિણામ હોય છે, કે જે વડે મોહને ઉપશમ યા ક્ષય થવા માંડે છે.
સૂમસં૫રાય. ઉક્ત ગુણસ્થાનમાં મેહનીયર કર્મને ઉપશમ યા ક્ષય થતે થતું, જ્યારે બધું મોહનીય કર્મ ઉપશાન્ત યા ક્ષીણ થઈ જાય અને માત્ર એક લેભને સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે, ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે.
ઉપશાન્તાહ પૂર્વ ગુણસ્થાનમાં મોહને ઉપશમ જ કરે જેણે પ્રારંભે છે, તેને સંપૂર્ણ મેહ ઉપશાન્ત થયે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે.
ક્ષીણમેહ. પૂર્વ ગુણસ્થાનમાં મોહનીય કર્મને લયજ જેણે પ્રારંભે છે, તેને સંપૂર્ણ મેહ ક્ષીણ થયે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે.
અહીં ઉપશમ અને યમાં ફરક સમજવાને છે-મોહને સર્વથા ઉપશમ થયો હોય, છતાં પુનઃ મોહનો પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. જેમ પાણીના વાસણમાં પાણીની રજ બધી તળીયે બેસી જાય છે, ત્યારે તે પાણું સ્વચ્છ દેખાય છે, તેમ મેહનાં રજકણે-મેહને તમામ પુંજ આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે આત્માના પ્રદેશે સ્વચ્છ જેવા બને છે. પરંતુ આ સ્વચ્છતા કેટલા વખતની ?, પેલા પાણીની નીચે બેસી ગયેલાં રજકણો થોડી વારમાં પાણીમાં કિંચિત માત્ર ક્રિયાની અસર લાગવાથી જેમ આખા પાણીમાં પસરી જાય છે, તેમ ઉપશાન થયેલ મેહપુંજ ડી વારમાં પુનઃ ઉદયમાં પ્રાપ્ત થાય છે; અને તેથી કરી–જેવી રીતે ગુણણિઓમાં ચઢવાનું થયું હતું, તેવી રીતપડવાનું થાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે-મોહને સર્વથા ક્ષય થવાથી જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે, કારણ કે મોહને (કોઈ પણ કર્મને) ક્ષય થવા પછી તેને પુનઃ ઉદ્ભવ થતું નથી.'
- ૧ “પરાય ” એટલે કષાય. પ્રકૃતમાં લાભ લેવો. ૨ અહીં અને ઉપર-નીચેનાં ગુણસ્થાનોમાં “મોહ” “મોહનીય” એમ સામાન્ય શબ્દો મૂકયા છે, પરંતુ એથી મેહના વિશેષ પ્રકારે થાયેગ્ય ઘટી શકે તે લેવા તે સંબધી વિશેષ પ્રક્રિયાને અહીં સ્થાનનો સંકોચ છે.
441