________________
અધ્યાત્મતત્ત્વાલક.
(ત્રીજુંસંભવે છે. પરંતુ દ્રિતીય ગુણસ્થાનની પેઠે આ ગુણસ્થાનની પૂર્વે પણ સમ્યવરૂપ અમૃતનું પાન થઈ ગયેલું હોવાથી આ ગુણસ્થાનવાળાને પણ ભવભ્રમણના કાળનો છેડો બંધાઈ ગયેલું હોય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ. વિરતિ એટલે વ્રત, તે વિનાનું સમ્યક્ત, એ “અવિરતસમ્યગ્દષ્ટિ' શબ્દનો અર્થ છે. માત્ર સમ્યકત્વને લગાર સ્પર્શ થઈ જાય, તે ભવભ્રમણના કાળનો છેડો નિયમિત થઈ જાય છે. આનાજ પ્રભાવથી પૂર્વ બે ગુણસ્થાનવાળાઓને ભવભ્રમણકાળ નિયમિત થઈ ગયેલ હોય છે.
દેશવિરતિ, સમ્યકવસહિત, ગૃહસ્થનાં વ્રત પરિપાલન કરવાં એ દેશવિતિ છે. સર્વથા નહિ, કિનતુ અમુક અંશે શાસ્ત્રવિહિત નિયમાનુસાર પાપકર્મથી હઠવું એ “દેશ-વિરતિ’ શબ્દનો અર્થ છે.
રમતગુણસ્થાન. સાધુનાં મહાવ્રતને ધારણ કરનાર, પણ પ્રમદેના બંધનથી સર્વથા મુક્ત નહિ થયેલ, એવા મુનિમહાત્માઓનું આ છઠ્ઠ ગુણસ્થાન છે.
અપ્રમત્તગુણસ્થાના પ્રમાદના બંધનથી મુક્ત થયેલ મહામુનિવરેનું આ સાતમું ગુણસ્થાન છે.
અપૂર્વકરણ. મોહનીય કર્મને ઉપશાન્ત યા ક્ષીણ કરવાને અપૂર્વ (પહેલાં નહિ પ્રાપ્ત થયેલે) અધ્યવસાય આ ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે.
અર્થાત–ઘડી અને ગધેડાને સંયોગ થતે જેમ અન્ય જાતિની ( ખચ્ચરની) ઉત્પત્તિ થાય છે, વળી ગોળ અને દહીને સંયોગ થતાં જેમ એક જુદો રસ ઉત્પન્ન થાય છે, તેમ સત્ય ધર્મ અને અસત્ય ધર્મ એ બંને તરફ સરખા ભાવનું મિશ્રણ થવાથી જે પરિણામ ઉદ્ભવે છે, તેને મિશ્ર પરિણામ કહે છે. - બીજા પ્રકરણના ૪૫ મા લેક ઉપરની વ્યાખ્યાની અંદર સમ્યકત્વના વિષયમાં શુદ્ધ, અશુદ્ધ અને મિત્ર એમ જે ત્રણ પુજે બતાવ્યા છે, તેમાં મિશ્ર પુંજના ઉદયથી મિશ્રભાવ (મિશ્રદષ્ટિ)ને ઉદ્ભવ થાય છે. ૧ “કરણ” એટલે અધ્યવસાય-આત્મપસ્થિમ.
440