________________
અધ્યાત્મતત્ત્વાલક.
[ ત્રીજુંઘણે વિલંબ લાગે છે. કેટલાક પ્રબળ પુરૂષાર્થ ફેરવનારાઓ તીવ્રવેગથી કામ લેતા, વચલી શ્રેણિઓની મુલાકાત લેવામાં વધુ વખત ન લગાડતાં ફેરન તેરમી-ચાદમી શ્રેણી ઉપર આવી પહોંચે છે.
આ વિષય સૂકમ હોવા છતાં સમજવામાં ધ્યાન અપાય તે બહુ મજાને લાગે એવો છે. આ આત્માની ઉત્ક્રાન્તિની વિવેચના છે. મેક્ષમહેલ ઉપર પહોંચવાને આ ચાર પગથિઓની નીસરણી છે. પહેલા પગથિઆથી સર્વ જીવો ચઢવા માંડે છે અને કેાઈ હળવે, તે કોઈ ઉતાવળથી ચઢતા ચિંદમે પગથિએ પહેચી, તત્કાળ મોક્ષમહેલમાં પ્રવેશ કરે છે. કેટલાક ચઢતાં ચઢતાં ભાન નહિ રાખવાથી નીચે–પહેલે પગથિએ જઈ પડે છે. અગ્યારમા પગથિઓ સુધી પહોંચેલાઓને પણ મોહને ફટકે લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. ત્યારેજ શાસ્ત્રોમાં એ વાતની વારંવાર ઉલ્લેષણ કરવામાં આવી છે, કે-ચઢતાં ચઢતાં લગારે પ્રમાદ કે લગારે ગફલત ન થવી જોઈએ. બારમે પગથિએ પહોંચ્યા પછી પડવાનો કોઈ જાતને ભય રહેતું નથી. આઠમે પગથિએ મોહને ક્ષય શરૂ થયા પછી પડવાને ભય ટળી જાય છે.
ચિદ ગુણશ્રેણિઓનાં નામ
મિથાદષ્ટિ, સાસાદન, મિથ, અવિરત-સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ, સૂક્ષ્મસંપાય, ઉપશાન્તહ, ક્ષીણુમેહ, સાગકેવલી, અગિકેવલી.
મિથ્યાદષ્ટિ ગુણસ્થાન. સર્વ જીવો પહેલાં તો અધોગતિમાં હોય છે, એ સહુ સમજી શકે છે. અએવ પહેલી શ્રેણીમાં વર્તતા જેવો મિથાદષ્ટિવાળા હોય છે. મિયાદષ્ટિ એટલે વસ્તુતત્ત્વના યથાર્થજ્ઞાનને અભાવ. આ પહેલા પગથિઆ ઉપરથી આગળ વધાય છે. આ દેષયુક્ત પ્રથમ શ્રેણી અથવા અન્ય દોષયુક્ત પ્રથમ પગથિયું છે એવો ગુણ ધરાવે
-
-
૧ “ઉત્તરાધ્યયન' સૂત્રના દશમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમને સંબોધીને-ગોયમ ! મ કર પ્રમાદ” એવા અર્થના શબ્દોથી ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો છે.
૨ બીજા પ્રકરણના ૪૫ મ ક ઉપરની સમ્યકત્વવિષયક વ્યાખ્યામાં બતાવ્યા પ્રમાણે, દર્શનમોહના અશુદ્ધ પુજેને ઉદ્દય થવાથી
499