________________
અધ્યાત્મતત્ત્વાલાક,
[ ત્રીજું
The fortunate one attains to this beneficial stage in the last cyclic period. The chief reason why a man should strive to attain to this Drashti is the lessening of the internal impurity. If the internal impurity is dense, one cannot recognise the excellence of a Sadhu. ( 84 )
આ દૃષ્ઠિ યારે પ્રાપ્ત થાય છે?——
t
“ કલ્યાણમયી આ દૃષ્ટિને છેલ્લા પુદ્ગલપરાવત્ત માં ભાગ્યવાન પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટિને પ્રાપ્ત કરવામાં મુખ્ય કારણ-ભાવ મળને ઘટાડા થા એજ છે; કેમકે આત્માની સાથે ડિન કમૉના ગાઢ સબન્ધ રહેતે સાધુ તરફ સાધુપણાની પ્રતીતિ થઇ શકે નહિ. "−૮૪
पुनः
यथावृत्त करणेऽन्त्य ईहर्ग आसत्तिमद्ग्रन्थिभिदः स्वरूपम् । ગતાં તેન યયાત્રવૃત્તે-રાસનમાયન સુધા ગોપન॥ ૮૬ ॥
*
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ બીજા પ્રકરણમાં ૪૬ મા શ્લોક ઉપરની વ્યાખ્યામાં જોઇ આવ્યા છીએ. આપણતે એ જણાઇ ગયું છે કે એ કાળ કેવડા બધા મોટા છે. જૈનશાસ્ત્રકારા અવસર્પિણી અને ઉત્સર્પિણી એવા એ માટા કાલના વિભાગે માને છે, એ આપણે પ્રથમ પ્રકરણના પાંચમા શ્લોક ઉપરની વ્યાખ્યામાં જોયું છે. એક એક અવસપિણી અને ઉત્સર્પિણીમાં દશ દશ કાડાકેાડી સાગરોપમ કાળ પસાર થાય છે. (કાડાકીડી અને સાગરોપમ કાને કહે છે, તે ખીજા પ્રકરણના ૪૫ મા શ્લોક ઉપરની વ્યાખ્યામાં બતાવી દીધું છે. ) એક અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે મળીને એક કાળચક્ર થાય છે. આવાં કાળચક્રો એક પુદ્ગલપરાવતમાં કેટલાં પસાર થાય છે, તેને અન્ત નથી.
આવાં અનન્ત પુદ્ગલપરાવર્તો સંસારમાં ભ્રમણ કરતા જીવને વીતી ગયાં. જ્યારે વધુમાં વધુ એકજ પુદ્ગલપરાવર્ત્ત કાળ સોંસારમાં ભ્રમવાના બાકી રહે છે, ત્યારે આ પ્રથમ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે,
430