________________
SPIRITUAL LIGHT. આ આઠ સોપાન છે. એ માટે આ આઠ દૃષ્ટિએ યોગદષ્ટિના નામથી ઓળખાય છે. પ્રથમદષ્ટિ પ્રાપ્ત થઈ કે યોગભૂમિકામાં પદાર્પણ થયું.
જ્યાં સુધી પ્રથમ દૃષ્ટિ પ્રાપ્ત થઈ ન હોય, ત્યાં સુધી જીવની દશા બહુજ શોચનીય સ્થિતિ ઉપર હેય છે. તે ધર્મ–અધમને જાણ નથી, મેક્ષને ચાહત નથી, સાધ્યબિન્દુને સમજતો નથી, ફક્ત વિષયેના તરંગમાં જ
બેલો રહે છે. ધાર્મિક ક્રિયા કરનારાઓની દેખાદેખી તે ધર્મક્રિયા કરવામાં પણ ભાગ લે છે, પરંતુ જે મૂઢબુદ્ધિ અને કુદૃષ્ટિવાળો હોય, તેને તે ક્રિયાનું શું પરિણામ આવે ? ભગવાનન્દમાં અત્યાસક્ત, કુદષ્ટિ પ્રાણિઓ જે ગતાનુગતિક ક્રિયા કરે છે, તે, ઘેટાંઓની ચેષ્ટાથી આગળ વધે તેમ હેતી નથી. આવી સ્થિતિવાળા જીવો ઓઘદૃષ્ટિવાળા કહેવાય છે. આ પ્રાણી અનન્તકાળ ઓઘદૃષ્ટિમાં રહ્યો. ઓઘદૃષ્ટિમાંથી નિકળી ગદષ્ટિમાં આવવું, એ બહુજ દુષ્કર કાય છે. પહેલી ગદષ્ટિ પ્રાપ્ત થઈ કે સંસાર તરાઈજ ગયો સમજવો, પણ તે પ્રાપ્ત થવીજ કઠિન છે. સમકિત વાતો જાણવા અને ધર્મક્રિયા કરવાને ફાંકિ રાખનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પ્રથમ દૃષ્ટિ માટે કેવા ગુણ વિકસિત થવા જોઈએ છે. દરેકે પિતાની જાતને નિહાળી વિચાર કરવો જોઈએ છે કે પ્રથમ દૃષ્ટિગત ગુણેમાં હું ક્યાં સુધી પહોંચ્યો છું ? તેવા ગુણે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મિથ્યાત્વવાળી પણ પહેલી દષ્ટિ દૂર છે, તે સમ્યત્વની વાત શી કરવી ? ચાર દૃષ્ટિએ પસાર થયા પછી જ પાંચમી દષ્ટિએ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, એ નિઃસંદેહ વાત છે. દષ્ટિ અને સમ્યકત એ આત્માની અંગત સ્થિતિ છે. એ સ્થિતિને લાભ બાહ્ય ધર્મક્રિયા કરવા માત્રથીજ માની લેવો, એ ખરેખર આત્મવંચના છે. નીતિથી હજામત કરી પિ કમાવનાર હજામ પણ સમતાને અંગે જે આત્મસ્થિતિ (દષ્ટિ કે સમત્વ) પ્રાપ્ત કરે છે, તે સ્થિતિ, વિમૂઢબુદ્ધિ અને કુદૃષ્ટિવાળા ભવાનદગ્રસ્ત છ, દેવમંદિરમાં જઈ ઉચે સાદેથી ઢાળો ગાવા છતાં, કપાળ ઉપર તિલક કરવા છતાં અને ક્રિયાને દેખાવ બહુ ઉત્તમ રાખવા છતાં પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ માટે બાહ્ય સાધનની સાથે આવ્યનવાર સાધને સંગૃહીત કરવાની ઘણી અગત્ય છે. આત્મસ્થિતિમાં કંઈ ફેરફાર થયો કે નહિ ? એ તરફ દષ્ટિ રાખવાની પ્રથમ જરૂર છે. એ ખ્યાલ રાખીને જે યથાશક્તિ શુભ પ્રયત્ન કરવામાં આવે, તે પછી દષ્ટિએમાં પ્રવેશ કરવાનું દુષ્કર રહેતું નથી.
495