SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ બીજુંભાવાર્થ. આ યમો દેશ, કાળ, જાતિ અને સમયથી મર્યાદિત ન હોય, ત્યારે મહાવત કહેવાય છે. જેમકે–અમુક દેશમાં, એટલે તીર્થસ્થળમાં હિંસા ન કરું, અમુક કાળમાં અર્થાત એકાદશી વગેરે તિથિઓમાં હિંસા ન કરું, અમુક જાતિની એટલે બ્રાહ્મણની હિંસા ન કરું, અથવા મને છેડી હિંસા ન કરું, આને સમયથી મર્યાદા એ કે દેવ, બ્રાહ્મણ યા અમુકના કાર્યપ્રસંગને છોડી હિંસા ન કરું, આવી રીતે મર્યાદા બાંધી જે અહિંસાનું ક્ષેત્ર સંકુચિત કરી દેવાય છે, તે મહાવ્રત કહેવાય નહિ. કિન્તુ સાર્વભૈમ એટલે સર્વ ભૂમિ ઉપર સર્વદા અહિંસાનું પાલન કરવામાં આવે, ત્યારે તે મહાવ્રત કહેવાય. અહિંસાની જેમ સત્ય આદિમાં પણ સમજી લેવું. - યમનિયમના વિરોધી હિંસા વગેરેને વિતક ” નામથી ઓળખાવ્યા છે. તે વિતર્કના તરફથી જ્યારે યમ-નિયમમાં બાધા ઉભી થાય, જેમકે “ અમુક અમુક વખતે મારું બગાડ્યું હતું, મને લેકની વચ્ચે જૂઠ પાડ્યો હતો, માટે એને ખાડામાં ઉતારું અથવા મારી નાંખું.”– ત્યારે પ્રતિપક્ષની ભાવના કરવી, અર્થાત હિંસા આદિનું દુષ્ટવ ચિતવવું. આવી ભાવના કરવાથી, કે-“અહા ! સંસારના અંગારામાં સેકાતા એવા મે સર્વ ને અભય દેનારે ગધર્મ મહાપુણ્યના બળે પ્રાપ્ત કર્યો, છતાં હું હિંસાદિ પાપવૃત્તિઓ તરફ દોરાઉ છું ! ધિકકાર છે મારી ધાનવૃત્તિને, કે વમન કરીને ફરી તેને ચાટવા જેવું કરું છું”-વિતર્કોના હુમલાઓ ઠંડા પડે છે. यमस्य (नियमस्यापि ) योगाङ्गभावे हेतुमाह*वितर्कबाधे प्रतिपक्षचिन्तनाद् योगस्य सौकर्यमवेक्ष्य योगिनः । xयमेषु योगस्य बभाषिरेऽङ्गतां विघ्नापनेता प्रथमं हि युज्यते ॥७०॥ Doubts ( Vitarkas) are removed by pondering over their opposites and thus the path of Yoga is rendered easier. Therefore the sages regard the ક વિતર્ક વધે. x उपलक्षणत्वाद् नियमेष्वपि. 408.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy