________________
અધ્યાત્મતત્ત્વાલાક.
Bellag-k
જોઇએ. પરન્તુ એટલુ યાદ રહે કે સ્વસ્રીમાં અત્યાસક્ત રહેવું એ પણ ગૃહસ્થધ માં ક્ષતિ પહેાંચાડનાર છે. પરદારના ત્યાગ કરવા ઉપરાંત સ્વસ્રીની સાથે પણ મર્યાદાપૂર્વક વ્યવહાર રાખવા જોઇએ. સ્વસ્રી સાથે અયેાગ્ય અને અનિયમિત વર્તન રાખવું, તેણીની રજસ્વલા, સગર્ભા અને વ્યાધિગ્રસ્ત સ્થિતિના વિચાર કર્યાં વગર તેણીની તરફ ધસવુ અને જબરદસ્તીથી તેણીને પોતાની ઇચ્છા તરફ દોરવી, એ બધું ગૃહસ્થધર્મોચિત બ્રહ્મચર્યના શિખરથી સ્ખલિત થવા બરાબર છે.
તો માર્યામુવેયાત ” એ ભાવપ્રકાશનું વાક્ય છે, અને તે એમ શિખવે છે કે ગૃહસ્થાએ ઋતુકાળમાં સ્ત્રીના સમાગમ કરવા. રજસ્વળા સ્ત્રીને ઋતુસ્રાવ થયાના દિવસથી સોળ રાત્રિ સુધીના કાળને ઋતુકાળ કહેવામાં આવે છે. સ્ત્રીને ગર્ભ રહેવાને પણ આ સમય છે. પરન્તુ સ્ત્રીને ઋતુસ્ત્રાવ જ્યાં સુધી થતા રહે, ત્યાં સુધી તેણીને સમાગમ કરવા નહિ.
સ્ત્રીને જે દિવસથી ગર્ભ રહે, તે દિવસથી લઇને, સંતાપત્તિ થાય અને તે સંતાન ધાવણ છેડીને ખેારાક ખાવાની શરૂઆત કરે, ત્યાં સુધી પુરૂષ સ્ત્રીને સમાગમ કરવા નહિ. આ સમય લગભગ અઢાર મહીના જેટલા થાય છે. બાળક ધાવણ છેાડી ખારાક લેવાની શરૂઆત કરે છે, તે વખતે પણ સ્ત્રીના શરીરમાં કમજોરી રહેલી હેાય છે, એટલે ત્યાં સુધી પણ સ્ત્રી તન્દુરસ્ત હેાતી નથી, એ માટે ખરી રીતે તે ગર્ભાધાનના દિવસથી લઇને જ્યાં સુધી સ્ત્રીનું શરીર સ્વસ્થ ન થાય, ત્યાં સુધી પુરૂષે સર્વથા બ્રહ્મચર્ય પાળવું જોઇએ. આ ઉપરથી સમજી શકાય છે કે સ્ત્રીના ગર્ભાધાનના દિવસથી લઇને લગભગ અઢી વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાની પુરૂષને અગત્ય છે.
સ્ત્રી-પુરૂષે એકાદશી, ચતુર્દશી, અમાવાસ્યા, પૂર્ણિમા, દ્વિતીયા, પાંચમી, અષ્ટમી વગેરે દિવસેા તે ખસૂસ કરીને વિષયસેવનથી વેગળા રાખવા જોઇએ. ક્રમમાં કમ એક એક દિવસનું આંતરૂં પશુ વિષયસેવન માટે જેઓ નથી રાખતા, તેઓ ખરેખર પેાતાની જાતના કટ્ટર દુશ્મન છે. જેએ એક દિવસના ચાવીસ કલાકમાં પણ એકથી વધારે વખત વિષયસેવનમાં પ્રવર્તે છે, તેવાને માટે ક્યાં સુધી લિગીરી બતાવી શકાય ?.
384