________________
પ્રકરણ ] SPIRITUAL LIGHT. કરવા પ્રવૃત્ત થતા પ્રાણીને પાપ કરતો નહિ અટકાવીને, પાપ કર્યા પછી તેને સજા આપે, એ કેવી વાત ?
વસ્તુતઃ ધૃવ કર્મ બાંધે છે, તેમાં જ્યારે ઈશ્વરને હાથ હેત નથી, તે પછી કર્મના ફળને ઉદય પ્રાપ્ત થવામાં ઈશ્વરનો હાથ કાં હો જોઈએ ? કમને બાંધવામાં જીવ યદિ ઇશ્વરનિરપેક્ષ–સ્વતન્ત્ર છે, તે કમનું ફળ ભોગવવામાં પણ જીવ ઈશ્વરનિરપેક્ષ-સ્વતન્ત્રજ હોવો જોઈએ, એ સમાન ન્યાય છે.
અહીં એ કહી દેવું જોઈએ કે કેવલ જૈને જ ઈશ્વરને જગકર્તા નથી માનતા, એમ નથી; કિન્તુ વૈદિકમતવાળાઓમાંના ઘણાઓ ઈશ્વરને જગકર્તા માનતા નથી. જુઓ ! વાચસ્પતિશ્રમહાશયરચિતસાંખ્યતવમુદીમાં ૫૭ મી કારિકા ઉપરનું લખાણું–
__प्रेक्षावतः प्रवृत्तेः स्वार्थ-कारुण्याभ्यां व्याप्तत्वात् । ते च जगत्सद व्यावर्तमाने प्रेक्षावत्प्रवृत्तिपूर्वकत्वमपि व्यावर्तयतः । नह्यवाप्तसकलेप्सितस्य भगवतो जगत् सृजतः किमप्यभिलषितं भवति । नापि कारुण्यादस्य सर्गे प्रवृत्तिः, प्राक् सर्गात् जीवानामिन्द्रिय-शरीर-विषयानुत्पत्तौ दुःखाभावेन कस्य प्रहाणेच्छा कारुण्यम् ? । सर्गोत्तरकालं दुःखिनोऽवलोक्य कारुण्याभ्युपगमे दुरुत्तरमितरेतरा. श्रयत्वं दूषणम् । कारुण्येन हि सृष्टिः, सृष्टया च कारुण्यमिति । अपि च करुणया प्रेरित ईश्वरः सुखिन एव जन्तून् सजेद् , न विचित्रान् । कर्मवैचित्र्याद् वैचित्र्यम् इति चेत् , कृतमस्य प्रेक्षावतः कर्माधिष्ठानेन, तदनधिष्ठानमात्रादेव अचेतनस्यापि कर्मणः प्रवृत्त्यनुपपत्तेस्तत्कार्यशरीरेन्द्रियविषयानुत्पत्तौ दुःखानुत्पत्तेરવિ સુરતવાર” |
અર્થાત-- પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ હમેશાં સ્વાર્થ યા કરૂણાથી વ્યાપ્ત હોય છે. જે પ્રવૃત્તિમાં સ્વાર્થ યા કરૂણુને હેતુ ન હોય, તે પ્રવૃત્તિ પ્રેક્ષાવાનની હોઈ શકે નહિ, આ એક નિયમ છે. આ નિયમ પ્રમાણે જગસૃષ્ટિ, સ્વાર્થ યા કરૂણની સાથે સમ્બન્ધ જે ન રાખતી હોય તે તે (જગત્રુષ્ટિ ) પણ પ્રેક્ષાવાનની પ્રવૃત્તિને વિષય હોઈ શકે
નહિ. હવે આપણે એ જોઇએ કે જગસૃ ષ્ટમાં સ્વાર્થિકતા અને કરૂણા“ દષ્ટિ, એ બંનેમાં એક પ સભાવિત છે કે નહિ ? ભગવાન ઈશ્વર “ સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત થયેલ છે, એ કારણથી એને કોઈ વસ્તુ પ્રાપ્તવ્ય
25