________________
- અધ્યાત્મતત્વલોક.
I બીજુંઈશ્વરત્વ છે. જે છ આત્મસ્વરૂપના વિકાશના અભ્યાસમાં આગળ વધે અને પરમાત્મસ્થિતિએ પહોંચવાને યથાવત પ્રયત્ન કરે, તે તે બરાબર ઈશ્વર થઈ શકે છે, એમ જૈનશાસને સિદ્ધાન્ત છે. - ઈશ્વર-વ્યક્તિ એકજ છે, એ જૈનસિદ્ધાન્ત નથી. એમ છતાં પણ પરમાત્મસ્થિતિએ પહોંચેલા સર્વ સિધ્ધો પરસ્પર એકાકાર અને અત્યાગાઢ સંયુકત હોવાથી સમષ્ટિ રૂપે-સમુચ્ચય રૂપે તેઓનો એક
૧ જૈનશાસ્ત્રની રીતિએ જૈન સમજે છે કે-સામાન્ય કેવલજ્ઞાનિએના કરતાં તીર્થકર પ્રબલ પુણ્યપ્રકૃતિઓના અતુલ સામ્રાજ્યને લીધે અને ધર્મના એક પ્રકાશક તરીકેની દષ્ટિએ ઘણું ઉંચા દરજજાવાળા છે; પરંતુ શરીરધારી અવસ્થામાં એઓ (સામાન્ય કેવલી અને તીર્થકર ) બંને–ચાર અઘાતિ કમ ક્ષીણ કરવાં બાકી હોવાથી-કર્મક્ષયમાં સંપૂર્ણતા પામેલા નથી, એમ વસ્તુતઃ કહી શકાય છે, જ્યારે સપૂર્ણ કર્મક્ષયની અવસ્થામાં એઓ બને, તીર્થ કરવો અંગેને ભેદભાવ નહિ રહેવાથી બિલકુલ સરખા છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ઈશ્વરનું સકળ કર્મોને સમૂલ ક્ષય હોવો એ સમુચિત લક્ષણ સર્વ મુક્ત આત્માઓમાં પ્રાપ્ત હેવાથી સર્વ મુક્ત આત્માઓ બરાબર “ઈશ્વર 'પદવાઓ છે. આ તકદષ્ટિએ વિચારતાં તૌર્ધવરત્વ” અથવા “ તર્થિરનામ- . વિવાદો રાતચિવએવું ઈશ્વરનું લક્ષણ બાંધવું સમુચિત સમજાતું નથી. કારણ કે ઈશ્વરત્વ વસ્તુ અવિનાશી છે-ઈશ્વરત્વ પ્રાદુર્ભૂત થયા પછી ચાલ્યું જતું નથી, જ્યારે તીર્થકરત્વ અથવા તીર્થકર નામકર્મને ઉદય એ અસ્થાયી-વિનશ્વર છે, હવે જુઓ ! લક્ષ્ય અવિનાશી હોય અને તેનું લક્ષણ વિનાશી હોય, એમ કદાપિ હોઈ શકે ખરૂં છે. આ બાબત તર્ક, દષ્ટિવાળાઓ સારી પેઠે સમજી શકે છે. તીર્થકરપણું વસ્તુતઃ કાયમ બેસી રહેતું હતું, તે તેને ઈશ્વરના લક્ષણરૂપે નિર્દેશ કરી શકાત. પણ હકીક્ત એમ છે નહિ, વસ્તુસ્થિતિ આપણે સમજીએ છીએ કે જે ઈશ્વર થયો, તે અનીશ્વર થવાને નહિ, ઈશ્વરત્વ જે પ્રકટ થયું તે ચાલ્યું જવાનું નહિ, તે પછી ઈશ્વરત્વની સાથે સદા રહેનારે જે ધર્મ હોય, તેજ તેનું લક્ષણુ કહી શકાય. તીર્થંકર કે તીર્થકર નામકર્મોદય ઈશ્વરત્વની સાથે સદા રહેનાર નથી, કેમકે ઈશ્વરત્વ સદા કાયમ રહે છે જ્યારે તીર્થ, કરવ યા તીર્થંકરનામકર્મોદય સંપૂર્ણકર્મક્ષયની અવસ્થામાં વિલય
252