________________
પ્રકરણ
SPIRTTUAL LIGHT. દેવનું લક્ષણ—
જેની અંદર રાગ, રોષ આદિ દેષોમાંથી કોઈ અણુમાત્ર જેટલે પણ દોષ રહ્યો નથી અને જેનું જ્ઞાન સર્વ પદાર્થો ઉપર પ્રકાશ પાડે છે, એવા શુદ્ધસ્વરૂપ પરમ આત્માને દેવ શબ્દથી ઓળખાવવામાં આવ્યો છે ”—૧૫ - વ્યાખ્યા.
સંસારમાં અનેક દેવતાઓ પરમેશ્વર તરીકે પૂજાય છે, પરંતુ બુદ્ધિમાનનું કર્તવ્ય છે કે યથાર્થ દેવની પરીક્ષા કરવી જોઈએ. દેવની પરીક્ષા કરતાં બહુ સુમબુદ્ધિ અને તટસ્થભાવ રાખવાની જરૂર છે. સંસારમાં જે મત-મતાન્તરે પ્રચલિત છે, તે બધા મતભેદને આધાર ઈશ્વરવિષયક મતભેદ ઉપર રહેલો છે, ઈશ્વરવિષયક મતભેદ જે દુનિયામાંથી ઉખડી જાય, તે સર્વ પ્રજાનું ધાર્મિક જીવન પ્રાયઃ એકાકાર થઈ જાય, એ નિ:સંદેહ વાત છે.
ઈશ્વરના સ્વરૂપને વિચાર કરતાં આપણને સહજ જણાઈ આવે છે, કે ઈશ્વરનું મુખ્ય લક્ષણ–વીતરાગ છે. સર્વજ્ઞતાને આધાર વીતરાગતાના ઉપર રહેલો છે. વીતરાગ થયેથીજ-રાગાદિ ષોને સમૂલ ક્ષય થયેથીજ સર્વજ્ઞ થવાય છે. આ ઉપરથી ઈશ્વરનું ન્યાયદૃષ્ટિએ અન્યૂનાનતિરિત લક્ષણ “વીતરાગત્વ” એજ સમજી શકાય છે. આ લક્ષણને પરિષ્કાર બીજા શબ્દોમાં “શિક્ષાપત્ર એ પ્રમાણે થઈ શકે છે. અર્થાત જેનાં સકળ કર્મો ક્ષીણ થયાં છે, એ દેવ છે, ઈશ્વર છે અને એજ ઈશ્વરનું લક્ષણ છે. આ લક્ષણની સાથે મહાત્મા પતંજલિનું પણ “ રાવર્મવિજાજારામૈરવરાટ્યૂઝ: પુષવિશેષ ફૅશ્વર: ” એ યોગસૂત્ર સરખાવી શકાય છે. કેમકે એ ગસૂત્રથી પણ એ તાત્પર્ય સમજી શકાય છે કે-લેશ, કર્મ, વિપાક અને સંસ્કારેથી નિમુક્ત એવો પુરૂષવિશેષ ઈશ્વર છે. - જૈનશાસ્ત્ર કહે છે કે-એક્ષપ્રાપ્તિનાં કારણે સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રનો અભ્યાસ થતે થતું, તે અભ્યાસ પૂર્ણ સ્થિતિ ઉપર આવવાથી કર્મબન્ધને સર્વથા છૂટી જાય છે, અને આત્માનું અનન્તજ્ઞાન આદિ સકલ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. આ સ્થિતિને આત્મા, પરમાત્મા–પરમેશ્વર છે. આવી રીતે પરમાત્મસ્થિતિએ પહોંચવું, એક
t