________________
પ્રકરણ ] SPIRITUAL LIGHT.
આપણે જોઈએ છીએ કે કેટલાક સાધુઓ તમાકુ, ગાંજો, ભાગ વગેરે દુર્વ્યસનમાં એટલા બધા ફસી ગયા છે કે તેઓને જોતાં તેઓની ગેરસમજુતી ઉપર ખરેખર આપણને દયા ઉત્પન્ન થઈ આવે છે. ગૃહસ્થાને માટે પણ તેવાં દુર્લૅસને નિષદ્ધ છે, તે પછી સાધુઓને માટે તે તે વિષયમાં કહેવાનું હોયજ શું ?
- અહીં આપણે જૈનદષ્ટિએ સાધુઓના આચાર ઉપર લગાર દષ્ટિપાત કરી જઈએ—
જૈનશાસ્ત્રમાં સાધુઓને રેલ, એકકા, ગાડી, ઘડા વગેરે કોઈ પણ વાહન ઉપર સવારી કરવાનો નિષેધ છે. સાધુઓએ સર્વત્ર પગથી ભ્રમણ કરવું જોઈએ.૧
૧ રસ્તામાં નદી આવે અને એટલામાં બીજે સ્થલમાર્ગ ન હોય, તે નાવમાં બેસવાની છૂટ છે; મતલબ કે સ્વામો કાંઠે દેખાતે હોય, એવો જળાશય નાવથી ઉતરી શકાય છે.
મહાભારતમાં કહ્યું છે કે –“યાનાહૃઢ તિં દ્વા જ્ઞાનમાત ” અર્થાત–સંન્યાસીને વાહન ઉપર આરૂઢ થયેલું જોવામાં આવે, તે વસ્ત્રસહિત હાઈ નાંખવું.
એ સિવાય મનુસ્મૃતિ, અત્રિસૃતિ, વિષ્ણુસ્મૃતિ વગેરે સ્મૃતિએમાં સંન્યાસીઓને માટે “વિત્ ” “ ” “ ” વગેરે શબ્દોથી-કેઈ પણ જતુને પીડા નહિ પહોંચાડતે સંન્યાસી વિચરણભ્રમણ કરે, એ ઉપદેશ અપાયેલ છે. નારદપરિવ્રાજકોપનિષમાં કહ્યું છે કે
“ મચવ શુક્ઝવä ૨ બ્રીજથા ત્યa Rા.
___दिवास्वापं च यानं च यतीनां पातकानि षट् " ॥ અર્થાત-ખાટલે, શુકલ વસ્ત્ર, સ્ત્રીકથા, લુબ્ધતા, દિવસે નિદ્રા, અને વાહન એ છ સાધુઓને પાતક છે.
આવી રીતે અન્ય ઉપનિષદોમાં પણ સાધુઓને વાહન પર ચઢવાને નિષેધ કર્યો છે. આ ઉપરથી સાધુ-સંન્યાસીને પાદચારી હેવાન આચાર સિદ્ધ થાય છે,
225