________________
ઃઃ
અધ્યાત્મતત્ત્વાલાક.
ગુરૂનું લક્ષણ—
પક્ષપાતરહિત, યથાર્થ તત્ત્વજ્ઞાની, અહિંસાદિ પાંચ મહાત્રામાં સ્થિરતા ધારણ કરનાર, અસંગત્રતી, શાન્તિરૂપ અમૃતને અનુભવ કરનાર અને યથારીયા ધર્મના ઉપદેશક, એવા મુનિએ વસ્તુતઃ ગુરૂ કહેવાય છે. ”—૧૦
વ્યાખ્યા.
[ બીજાં
સાધુના વેબ પહેરી લીધા, એટલે સાધુધમ પ્રાપ્ત થઇ ગયા, એમ કાઇ દિવસે સમજવાનું નથી. સાધના આચારા પાળવામાંજ સાધુત્વ સમાયલું છે. ‘ સાધુ ’ શબ્દજ આપણને એમ બતાવી આપે છે કેસ્વ–પરનું કલ્યાણ કરે, તેજ સાધુ છે. સાધુઓને માટે શાસ્ત્રકારે પાંચ મહાત્રતા-અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, પાળવાનું બતાવે છે. આ પાંચ મહાત્રતે પાળવાં, એ સાધુઓના મુખ્ય ધર્મ છે. મનેગુપ્ત, વચનગુપ્ત અને કાયગુપ્ત થવુ એ સાધુજીવનનું અટલ લક્ષણ છે. સાધુધર્મ, એ વિશ્વબન્ધુત્વનું વ્રત છે. સંસારના કાંચન-કામિન્યાદિ ભાગ છેડી, સકલ કુટુંબપરિવાર સાથેના સમ્બન્ધ ઉપર તિલાંજલિ આપી અને અનગાર બની આત્મકલ્યાણની ઉચ્ચ કાટી ઉપર આરૂઢ થવાની પરમપવિત્ર આકાંક્ષાએ જે અસંગત્રત ગ્રહણ કરાય છે, તે સાધુધમ છે. જેનું ફળ-જન્મ, જરા, મૃત્યુ, આધ, વ્યાધિ, ઉપાધિ વગેરે સર્વ સક્લેશાથી રહિત અને પરમાનન્દરૂપ એવા મેાક્ષ છે, તે સાધુધમ કેવા ઉજ્વલ અને વિકટ હાવા જોઇએ, એ સહજ સમજી શકાય તેમ છે. આવા સાધુધર્મ, સંસારના સ્વરૂપનું યથાર્થં ભાન થયું હાય, તેના ઉપરથી તાત્ત્વિક વૈરાગ્યના પ્રાદુર્ભાવ થયા હાય અને મેક્ષ અવસ્થામાં પોતાને મૂકવાની મહતી થઇ હાય, ત્યારેજ સિદ્ધ કરી શકાય છે.
ઉત્કંઠા જાગૃત
સાંભળીએ છીએ કે વર્તમાનમાં ભારતવર્ષમાં લગભગ છપ્પન લાખ જેટલી સાધુઓની સંખ્યા છે. પરન્તુ અત્યારે સાધુની એ સ્થિતિ થઇ ગયેલી જોવામાં આવે છે કે તે પેાતાના મહત્ત્વથી પાછા હઠયા છે. આ દશા થવાનું કારણ બીજું કશું નથી, માત્ર, એએ પેાતાના ચારિત્રધર્મ માં પ્રતિષ્ઠિત ન રહ્યા, એજ છે.
224