________________
અધ્યાત્મતત્વાલક
[ બીજું " तिण्हं दुप्पडियारं समणाउसो! तंजहा अम्मापिउणो, भहिस्स, धम्माय: रियस्स । संपाओ वि य णं केइ पुरिसे अम्मापियरं सयपाग-सहस्सपागेहिं तिल्लेडि अभंगेत्ता सुरभिणा गंधट्टएणं उवट्टित्ता तिहिं उदगेहिं मजावेत्ता सव्वालंकारविमसि करता मणुन्नं थालीपागसुद्धं अट्ठारसवंजणाउलं भोअणं भोआवेत्ता जावजीवं पिठिवडंसिया ते परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं भवइ । अहेणं से तं अम्मापियरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पनवइत्ता परूवइत्ता ठविता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवइ ” ।
( ત્રીજા સ્થાનમાં )
અર્થાત–“ ત્રણને પ્રત્યુપકાર કરવો બહુ દુષ્કર છે. કેણ ત્રણ ૧ માતાપિતા ૨ સ્વામી (પોષણ કરનાર) અને ૩ ધર્માચાર્ય. કઈ પુરૂષ હમેશાં પ્રાત:કાળ થતાં પિતાના માતા-પિતાના શરીરે ઉત્તમ તેલથી મર્દન કરે, સુગન્ધી દ્રવ્યવડે ઉદ્દવર્તન કરે અને ત્રણ પ્રકારના જળથી (ગધેદક, ઉષ્ણોદક અને શીતદકથી ) હવા; અને ત્યાર પછી તેમને સર્વાલંકારવિભૂષિત કરીને ઉત્તમ પ્રકારનું ભોજન જમાડે; તથા હમેશાં તેમને પિતાની પીઠ ઉપર લઈને ચાલે; આટલું કરવા છતાં પણ તે માતાપિતાને ઉપકાર વળી શકે નહિ, પરંતુ જ્યારે તે છોક પિતાના માતા. પિતાને વીતરાગધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવીને તેમાં જોડે અને તેમને સર્વ ઉપાધિઓથી મુક્ત કરીને ધર્મમાં બરાબર સ્થિર કરે, ત્યારે જ તેનાથી તેના માતા-પિતાને ઉપકાર વળી શકે છે. ”
- હરિભદ્રસુરિઅષ્ટકમાં માતા-પિતાની ભકિતના અષ્ટકમાં છેલ્લો. શોક છે –
“સ કૃતજ્ઞા પુમાન રો ઘર્મગુરુપૂનઃ | . स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते " ॥
અર્થાત –તે કૃતજ્ઞ છે, તે ધર્મગુરૂનો પૂજક છે અને તે શુદ્ધ ધર્મને અધિકારી છે, જે માતા-પિતાની પ્રતિપત્તિમાં રત છે.
આ સઘળા ઉપરથી આપણે જાણી શકયા છીએ કે ધાર્મિક અને લૈકિક એ બંને દષ્ટિએ માતાપિતા પૂજ્ય છે અને તેમની સેવા કરવી, એ
શ6