SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL Light, કયાખ્યા, * આજકાલ જોઈએ છીએ કે પ્રેમને શંખ સર્વત્ર દૂકાઈ રહ્યું છે. બધે ઠેકાણે પ્રેમના મ જપાઈ રહ્યા છે. જ્યાં જાઓ, ત્યાં પ્રેમ એ આનન્દનું મંદિર છે, પ્રેમ એ સ્વર્ગનું વિમાન છે અને પ્રેમ એ મુક્તિને દરવાજો છે ” આવી રીતની ઉષણાઓ શ્રવણગોચર થાય છે. આવી સ્થિતિમાં પ્રેમની વિરૂદ્ધમાં જ્યારે આવા લેકે બહાર પડે, તે કેટલાકના મુખકમલેમાંથી “છી છી ” ના પોકારે થવા લાગે, એ બનવા જોગ છે. પરંતુ આટલું સાહસ કરવાનું શા ઉપર !. તને ગર્ભ તપાસ્યા વગર જજમેન્ટ આપનારાઓએ લગાર ધીરજ પકડી રાખવી જોઈએ છે. પ્રેમના તત્વ ઉપર દૃષ્ટિપાત કરતાં સહુ કોઈને જણાઈ આવે છે કે–એક પ્રેમ એવો હોય છે કે જે અમુક પ્રદેશને લગતે અને સંકીર્ણ હોય છે, જ્યારે બીજો પ્રેમ તેથી ઉલટ-સર્વ પ્રદેશને લગતો અને ઉદાર હોય છે. પ્રેમના આ બંને પ્રકારેમાં પ્રથમ પ્રકારને પ્રેમ ઈચ્છવા જોગ છે. એમ કાઈ બતાવી આપશે ? પિતાની જાત અને પોતાના સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે કુટુંબવર્ગ ઉપરજ-એટલાજ સાંકડા પ્રદેશમાં–એટલાજ ખૂણામાં પ્રેમની લાગણું ધરાવનાર, એ ખૂણામાંથી પિતાનું માથું બહાર કાઢી શકશે ? એ ખૂણે સિવાય બીજા પ્રદેશ તરફ દષ્ટિપાત કરી શકશે. અરે! તેવાઓની ધારણું તે એવી જ હોય છે કે મારું પૂરું થવું જોઈએ, ભલે બીજાઓ ખાડમાં પડે”. આવા હૃદયવાળાઓ “વસુધૈવ કુટુકવવા” એ મન્નથી સહસ્ત્ર કેશ વેગળા હોય છે. એવાઓને ફક્ત પિતાનેજ અંગે થતી હાનિમાં દુઃખ અનુભવવું પડે છે, પરંતુ બીજાને થતા નુકસાન તરફ તેઓ ખ્યાલ રાખતા નથી. આવી સ્થિતિના લેકે એટલા નિર્બલ હૃદયવાળા હોય છે કે પોતાનું એક વાસણ ફૂટી જતાં પણ એઓના હદય ઉપર ભારે આઘાત પહોંચે છે. " કહે ! આ એકદેશીય તુચ્છ પ્રેમ નિંદવાજોગ નથી શું? આ કામાં પ્રેમને જે ત્યાજ્ય બતાવવામાં આવ્યો છે, તે એકદેશીય પ્રેમ છે. મિત્રના પ્રેમમાં ફસાયેલાઓને મિત્રને વિયેગ અથવા મૃત્યુ થતાં જે દુઃખ સહવું પડે છે, અને તેથી જે અધિક દુઃખ પ્રેમની ગાંઠ ટૂટી જતી વખતે ખમવું પડે છે, તે પ્રેમ એકદેશીય છે, અએવ તે સંકીર્ણ 118
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy