________________
SPIRITUAL LIGH'T.
એ બધા જે કાલના વિભાગો પડ્યા છે, તે અસભૂત ક્ષણને બુદ્ધિમાં એકત્રિત કરી પાડવામાં આવ્યા છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એક ક્ષણમાત્ર કાળમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ.
પુણ્ય-પાપ.
શુભ કર્મો, “પુણ્ય અને અશુભ કર્મો, “પાપ” કહેવાય છે, સમ્પત્તિ, આરોગ્ય, રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ઘ આયુષ્ય વગેરે સુખનાં સાધને જે કર્મોથી પ્રાપ્ત થાય છે, તે શુભ કર્મોને “પુણ્ય’ કહેવામાં આવે છે, અને એથી વિપરીત-દુઃખની સામગ્રી જોડી આપનાર-કર્મ “પાપ” કહેવાય છે.
આવ.
આત્માની સાથે કર્મને સમ્બન્ધ થવાનાં કારણોને “આશ્રવ” કહે, છે. જે વ્યાપારથી–જે પ્રવૃત્તિઓથી કર્મનું આગમન થાય–આત્માની સાથે કર્મને સમ્બન્ધ થાય, તે વ્યાપાર-તે પ્રવૃત્તિઓ “આશ્રવ” કહેવાય છે. “ગાશ્રય વાર્થ અનેર, રુત્યાયઃઅર્થાત જેનાથી કર્મ આવે, તે આશ્રવ છે. આને “આસ્રવ ” પણ કહે છે. તેનો અર્થ પણ “ મન્નત વર્ષ અને ” એ વ્યુત્પજ્યનુસાર પૂર્વોક્ત પ્રમાણે જ થાય છે. મન, વચન અને શરીરના વ્યાપારે શુભ હેય, તે શુભ કર્મ અને અશુભ હોય તો અશુભકર્મ બંધાય છે; આ માટે મુખ્યતયા મન, વચન અને શરીરના વ્યાપારે એજ આશ્રવ છે. મનને વ્યાપાર-દુષ્ટચિંતન કે દુષ્ટશ્રદ્ધા અથવા સારૂં ચિન્તન કે સાચી શ્રદ્ધા છે. વચનનો વ્યાપાર-દુષ્ટ ભાષણ અથવા સારું ભાષણ છે. શરીરનો વ્યાપાર–હિંસા, ચેરી, વ્યભિચાર વગેરે દુરાચરણ અથવા જીવદયા, પરોપકાર ઈશ્વરપૂજન વગેરે સદાચરણ છે. જૈનશાસ્ત્રો કહે છે કે-હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહ એ પાંચ અને તો (છવ, કર્મ, પરલેક, મોક્ષ વગેરે) ઉપર અશ્રદ્ધા તથા ધ, માન, માયા, લોભ એ ચાર કષાય એ પાપના હેતુઓ છે. એથી વિપરીતજીવદયા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અને યથાર્થ તત્ત્વશ્રદ્ધાન તથા ક્ષમા, મૃદુતા, સરલતા, સન્તોષ એ ચાર પુણ્યના હેતુઓ છે. આ પુણ્યના કે પાપના હેતુઓમાં મનને સારે યા ખરાબ