________________
અધ્યાત્મતવાલોક.
પ્રદેશ.
.
. -
- ઉપર બતાવેલા ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર જડ પદાર્થો અને આત્મા એ અને પ્રદેશવાળા છે. પ્રદેશ” એટલે સૂક્ષ્મતમ અંશ, અર્થાત જ્યાં સૂક્ષ્મતાની અવધિ પૂર્ણ થાય છે, એ ચરમ સૂક્ષ્મ અંશ. ઘટ, પટ આદિ પદાર્થોના સૂક્ષ્મતમ અંશે પરમાણુ છે, એ તે સહુ કોઈ સમજે છે, અને એ પરમાણુઓ જ્યાં સુધી સાથે લાગેલા હોયઅવયવી સાથે સમ્બદ્ધ હોય, ત્યાં સુધી તેને “પ્રદેશ” નામથી વ્યવહાર થાય છે, અને અવયવીથી છૂટા પડી–એક એક જુદા થઈ ગયા પછી તે
પરમાણુ” નામથી વ્યવહત થાય છે; પરતુ ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ ચાર અરૂપી પદાર્થોના પ્રદેશે તે વિલક્ષણ પ્રકારના છે. એ પ્રદેશે પરસ્પર ઘનીભૂત–તદ્દન એકીભૂત છે. ઘડાના પ્રદેશે સૂક્ષ્મતમ અંશે ઘડાથી જુદા પડે છે, તેમ ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશે એક બીજાથી જુદા પડી શકે જ નહિ.
અસ્તિકાય.
- આત્મા, ધર્મ, અધર્મ-એ ત્રણને અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનન્તપ્રદેશવાળું છે. લોકસંબધી આકાશ અસંખ્યાતપ્રદેશવાળું છે અને અલોકસંબન્ધી આકાશ અનન્તપ્રદેશવાળું છે. પુદ્ગલના સંખ્યાત અસંખ્યાત અને અનન્ત પ્રદેશ હોય છે. આવી રીતે પ્રદેશયુક્ત હોવાથી એ પાંચ “અસ્તિકાય” કહેવાય છે. “અસ્તિકાય” ને અર્થ—અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય” એટલે સમૂહ, અર્થાત પ્રદેશસમૂહથી યુક્તએ થાય છે. એ પાંચ, “અસ્તિકાય” શબ્દ જોડીને- ધર્માસ્તિકાય”
અધર્માસ્તિકાય” “આકાશાસ્તિકાય” “પુલાસ્તિકાય“આત્માસ્તિકાય – એ પ્રમાણે અધિકતર બેલવામાં આવે છે.
કાલને પ્રદેશ નહિ હોવાથી તે અસ્તિકાય કહેવાય નહિ. ગયે સમય નષ્ટ થયે, ભવિષ્ય સમય વર્તમાનમાં અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ એજ સદ્ભૂતકાલ છે. મુહર્તા, દિવસ, રાત્રિ, મહીના, વર્ષ
૧ જેની સંખ્યા ન થઈ શકે તે અસંખ્યાત. આવો સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈનશાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાની જરૂર છે.
69.