________________
અધ્યાત્મતવાલેક
પણ સહાયભૂત કઈ પદાર્થ હોવો જોઈએ, એમ ન્યાયથી સિદ્ધ થાય છે, અને તે “અધર્મ' નામક પદાર્થ છે, વૃક્ષની છાયા જેમ સ્થિતિ કરવામાં નિમિત્ત બને છે, તેમ જડ અને જીવોની સ્થિતિમાં “અધર્મ ” પદાર્થ નિમિત્ત છે.
હાલવું-ચાલવું અને સ્થિત થવું, એમાં સ્વતન્ચ કર્તા તે જીવ અને જડ પદાર્થો તેિજ છે. પિતાનાજ વ્યાપારથી તેઓ હાલે ચાલે છે અને સ્થિત થાય છે; પરંતુ એમાં મદદગાર તરીકે કોઈ અન્ય શક્તિની અપેક્ષા અવશ્ય હોવી જોઈએ, એમ વર્તમાન વૈજ્ઞાનિકોનું પણ માનવું છે, જ્યારે જૈનશાસ્ત્રકારે એ સંબન્ધમાં ધર્મ અને અધર્મ એવા બે પદાર્થો માને છે.
આકાશ.
- આકાશ પદાર્થ પ્રસિદ્ધ છે. દિશાને સમાવેશ આકાશમાં થાય છે. લેકસમ્બધી આકાશને લોકાકાશ અને અલેકસમ્બન્ધી આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. આ લોક અને અલકન વિભાગ પડવામાં ખાસ કારણ કે હેય, તે ઉપર બતાવેલ ધર્મ અને અધર્મ પદાર્થો છે. ઉચે, નીચે અને આજુબાજુએ જ્યાં સુધી ધર્મ અને અધર્મ પદાર્થો સ્થિત છે, ત્યાં સુધીની હદને “લોક ' સંજ્ઞા આપી છે. અને લેકની બહારને પ્રદેશ “ અલેક” કહેવાય છે. આ બે પદાર્થો (ધર્મ અને અધર્મ) ને લઈને જ લેકમાં જડ અને છની ક્રિયા થઈ રહી છે. અલેકમાં આ બે પદાર્થો નહિ હેવાથી ત્યાં એક પણ પરમાણુ અથવા એક પણું જીવ નથી. લેકમાંથી કોઈ પણ પરમાણુ કે કાઈ પણ છવા અલેકમાં જઈ શકતા નથી, એનું કારણ અલકમાં ધર્મ અને અધર્મના અભાવ સિવાય બીજું કશું નથી. ત્યારે અલેકમાં શું છે ? કાંઈ નથી. એ કેવલ આકાશરૂપ છે. જે આકાશમાંના કેઈ પણ પ્રદેશમાં પરમાણુ, જીવ કે કોઈ પણ બીજી ચીજ નથી, એવો શુદ્ધ માત્ર આકાશ એ અલક છે.
ઉપર કહ્યા પ્રમાણે ધર્મ અને અધમ પદાર્થ દ્વારા લેક અને અલકની સિદ્ધિ થવામાં એક પ્રમાણ સમજી શકાય તેવું છે. તે એ છે. કે-સર્વ કર્મો ક્ષય થવાથી આત્મા ઉચે ગતિ કરે છે, એમ જૈન થાયને સિદ્ધાન્ત છે. એ વિષે તુંબડીનું ઉદાહરણ અપાય છે. જેમ
60.