________________
- અધ્યાત્મતત્યાલોક. “ આત્મા પૃથ્વી નથી, આત્મા જળ નથી, આત્મા અગ્નિ નથી, આત્મા વાયુ નથી, આત્મા આકાશ નથી અને આત્મા રૂપ, રસ, ગધે, સ્પર્શ તથા શબ્દ નથી. આ તમામ પદાર્થોથી આત્મા નિરાળી વસ્તુ છે. આત્મા એ તમામ પદાર્થોને માત્ર સાક્ષી છે. આ પ્રકારે સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ આત્માને સમજ્યાથીજ આત્મા કર્મબન્ધનાથી મુક્ત થઈ શકે છે. આવી પ્રતીતિ, કે-“ ધળ છું, કાળો છું, હું જાડું છું, પાતળો છું, હું કુરૂપ છું, હું રૂપવાન છું, હું લંગડો છું. ”—મનુષ્યોમાં અનુભવાતી આપણે જોઈએ છીએ; પરન્તુ આ યથાર્થ નથી. શરીરના ધર્મો જુદા છે અને આત્માના ધર્મો જુદા છે. શરીરના ધર્મો આત્મામાં માનીએ, તે એના જેવી એકે મૂર્ખતા કહી શકાય નહિ. જો કે શરીરના સંબન્ધને લીધે વ્યાવહારિક દૃષ્ટિએ-ઉપચારથી શરીરના ધર્મોને “હું” શબ્દ સાથે લગાવી, ઉપર કહી ગયા તેવા પ્રયોગો વિવેકી મનુષ્ય પણ કરે છે, પરન્તુ કહેવાનો આશય એ છે કે–તેવા પ્રયોગો વ્યવહારની ખાતર કરવા છતાં પણ યથાર્થ વસ્તુસ્થિતિ ભૂલવી જોઈએ નહિ. વસ્તુસ્થિતિએ પોતાના હૃદયમાં એ સમજી રાખવું જોઈએ કે-“ તું બ્રાહ્મણ નથી, તું વૈશ્ય નથી, તું ક્ષત્રિય નથી, તું શ દ્ર નથી; તું ધોળો, લાલ, પીળે કે કાળે નથી; તું જાડે, પાતળા, કોણે, આંધળો, લૂલે કે કંઠે મથી; તું વ્યાપારી, ગુમાસ્તે, વકીલ, બેરિસ્ટર, ન્યાયાધીશ, દીવાન, કલેકટર, કમીશનર, ગવર્નર, કે શહેનશાહ નથી; તે શરીરમાં બેઠે નથી, તું જમીન ઉપર રહ્યો નથી, તું પુરૂષ, સ્ત્રી કે નપુંસક નથી; તું ઉંચ ગોત્ર કે નીચ ગોત્રવાળો નથી; મા, બાપ, બહેન, સ્ત્રી પુત્ર કે મિત્ર તારાં નથી; તું જન્મતો નથી, તું મરો નથી; તને પાણી ભિંજાવી શકતું નથી, તને અગ્નિ બાળી શકતા નથી.” આ પ્રકારે નિરીક્ષણ કરવાથી વિવેકને પ્રાદુર્ભાવ થાય છે કે–ઉપર કહી ગયા તેમ– આત્મા ખરેખર સમસ્ત જગતથી અત્યંત વિલક્ષણ, નિર્લેપ સચ્ચિદાનન્દમય, અચ્છેદી, અભેદી, અક્રોધી, અમાની, અમાયી, અલોભી, અરૂપી, નિરંજન, નિરાકાર, પૂર્ણ પ્રકાશ, પૂર્ણાનંદ, અને પૂર્ણ બ્રહ્મ છે.” આવા પ્રકારનો સજજડ બોધ અને વિશ્વાસ થયા વગર આધ્યાત્મિક ઉન્નતિ તરફ પગલાં ભરી શકાતાં નથી. કહ્યું છે કે– . .
" देहाभिमानपाशेन चिरं बद्धोऽसि पुत्रक !। ... बोधोऽहंशानखड्गेन तनिष्कृत्य सुखी भव"॥