________________
SPIRITUAL LIGHT.
પછી સંસારનાં દુઃખસાગરને ઓળંગી જવાનું અતિદુષ્કર કાય પુરૂષાર્થ કર્યા વગર બની શકે ખરૂં ? લમણે હાથ મૂકી ભાગ્ય ઉપર બેસી રહેવું, એ અજ્ઞાનતાનું પરિણામ છે. ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ કે-ઉઘમ વગર ભાગ્ય ઉપર આધાર રાખી બેસી રહેનારાઓ પિતાનું પુરૂષત્વ ખોઈ નાંખે છે. ભાગ્ય પણ ઉદ્યમને આધાર રાખે છે. ઉદ્યમ વિનાનું ભાગ્ય પાંગળું છે. ભાગ્યની ગતિ ઉદ્યમથી થાય છે. ભાગ્યને જય આપનાર ઉદ્યમ છે. અતએ ઉદ્યમને ભાગ્યને બાપ ગણવામાં આવે છે. “ ભાગ્ય છે કે નહિ એ વાત પ્રબળ પુરૂષાર્થ કર્યોથી જાણી શકાય છે. થોડોક ઉદ્યમ કર્યો અને કામ સિદ્ધ થયું નહિ, એતાવતા “ભાગ્ય નથી ” એમ કેઈએ માનવાનું નથી. સંપૂર્ણ પુરૂષાર્થ ફેરવવો જોઈએ, એમ છતાં જે કામ સિદ્ધ ન થાય, તે પોતાના ઉદ્યમનું અવલોકન કરવું જોઈએ કે-“મારા ઉદ્યમમાં કાંઈ ખામી તે રહી ગઈ નથી ? ” આવી રીતે શુદ્ધ વિચારષ્ટિથી પુરૂષાર્થ કરનારાઓ પિતાના સાધ્યને સિદ્ધ કરવા ફતેહમંદ થઈ શકે છે. એ માટે જ એમ કહેવામાં આવ્યું છે કે
“ જો જો શનિ સ્થિતિ જોવા ?”
અર્થાત–પ્રયત્ન કર્યો છતે પણ કામ ન સધાય તે “છે – આમાં શે દેષ અર્થાત શું ખામી રહી ગઈ છે ? એ “જળી 'શોધવું જોઈએ.
મેકને થાળ પાસે પડ હેય. પણ હાથ હલાવવાને ઉદ્યમ કરવામાં ન આવે. તે કેઈનું પેટ ભરાતું નથી, એ જાણીતી વાત છે. કીડી, મંકોડીમાંથી નિકળી આપણે જે મનુષ્ય અવતારને પ્રાપ્ત થયા છીએ, તે પુરૂષાર્થ કર્યાનું જ પરિણામ છે. જે બાળક એક વખતે સલેટ ઉપર એક ઉંટે છે, તેજ, એક સમયે ઉમરમાં વધેલ હોવાની સાથે જ્ઞાનમાં વધેલા દેખાય છે-એમ. એ. ની ડિગ્રી અથવા “ન્યાયતીર્થ” આદિ પદવીઓને પ્રાપ્ત થયેલું જોવાય છે, એ કેમનો પ્રતાપ છે? કહેવું જોઈશ કે પુરૂષાર્થને. પરમાત્મા મહાવીર, મહાત્મા બુદ્ધ, શ્રીકૃષ્ણચન્દ્રજી, શ્રી રામચન્દ્રજી વગેરે જે મહાપુરૂષો થઈ ગયા છે અને જેઓની કીર્તિપતાકા
*“
જ
ય
” એ ઉપરથી અધ્યાહાર લેવાનું છે,