SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ EEEEEEEEEEEEEEEEEEEEE RSSSSSSSSSSSSSSSSSS ઉપસપ સામાચારી. આ કેમકે મારી શક્તિ છે. છે “શિયાળામાં ઠંડી વગેરેને કારણે વિહારમાં ત્રણ કામળીઓ કે ધાબડા રાખવા પડે છે. આટલું બધું ઉંચકીને 8 ચાલવાની શક્તિ નથી. એટલે સાઇકલવાળો કે લારીવાળો માણસ સાથે રાખ્યો છે. વૃદ્ધ ગુરુ વગેરેની ઘણી બધી ઉપાધિ અમારાથી ઉંચકી જ શકાતી ન હોવાથી એ માણસ રાખ્યો તો એ હજી ય બરાબર. પણ મારી ઝોળી, આ સંથારો વગેરે ઉપધિ, દાંડામાં પ્યાલો, અમુક પુસ્તકો ઉંચકવાની શક્તિ તો મારી છે જ. માણસ રાખ્યો એટલે હું બધું જ એને સોંપી ન દેવાય. ગુરુ મહારાજની પુષ્કળ ઉપધિ કે મારી વધારાની કામળી | ધાબડો ભલે સાયકલવાળાને આપું. પણ બાકી તો મારી જેટલી શક્તિ હશે એટલી ઉપધિ જાતે જ ઉચકીશ.” છે શિષ્ય ! આવા તો સેંકડો દષ્ટાન્તો છે. જેમાં સંયમીઓ તે તે યોગોમાં સંપૂર્ણ શક્તિમાનું ન હોવા છતાં છે છે આંશિક શક્તિવાળા તો છે જ. છતાં તેઓ એ આંશિક શક્તિ પણ ન ફોરવે તો તેઓ સાધુપરિણામ ગુમાવે. છે જ્યારે ૧૦ થી ૫ વાગ્યા સુધી ઉંઘવા છતાં ૧૦ વાગ્યા સુધી રીતસર સ્વાધ્યાય કરે, સાયકલવાળો માણસ રાખવા છે 8 છતાં પોતાની શક્ય એટલી ઉપધિ તો જાતે જ ઉપાડે. શક્તિ ન હોવાને લીધે આંબિલો ન કરવા છતાં છે 8 +નવકારશી કરવા છતાં મીઠાઈ વગેરેનો ત્યાગ કરી દે. તો એ અવશ્ય આ કાળનો સુસંયમી ગણાય. # શિષ્ય ! જો તું બાહ્ય આચારને સંયમ માનવાની ભૂલ કરીશ. તો ઘણાને અન્યાય કરી બેસીશ. પણ આંતર આ પરિણતિને સંયમ માનીશ. તો દરેક સ્થળે સાચો ન્યાય કરી શકીશ. છે જેમ ધન કમાવવાની ઈચ્છાવાળો સતત એ જ ઈચ્છા કરે કે “વધારે ધન શી રીતે કમાવાય ?” ભલે એ જ જે મૂડી પ્રમાણે ધંધો નાનો કરે. છે જેમ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઈચ્છા તો એ જ હોય કે “મારો પ્રથમ નંબર આવે.” ભલે એ 8 મંદબુદ્ધિના કારણે ઓછા ગુણાંક લાવે. છે તેમ સુસંયમીની ભાવના એક જ હોય કે, “હું વધુને વધુ સારી રીતે વધુ ને વધુ જિનાજ્ઞા પાળું?” ભલે છે એ અશક્તિના કારણે ઓછી જિનાજ્ઞા પાળે. અવિધિવાળી જિનાજ્ઞા પાળે. # બસ, આવો વધુ ને વધુ સારી રીતે, વધુ ને વધુ જિનાજ્ઞા પાળવાનો ટળવળાટ જ્યાં દેખાય ત્યાં એને છે 8 સુસંયમી માની હૃદયથી નમી પડજે. ભલે એનો આચાર ઘણો ઓછો હોય. શું પણ જ્યાં આવો ટળવટળાટ ન દેખાય ત્યાં જિનાજ્ઞાપાલન હોય તો પણ ત્યાં સંયમપરિણામની હાજરી 8 માની શકાતી નથી. સાવધાન ! આ બધું સાંભળી કોઈ પોતાની જાત સાથે છેતરપીંડી ન કરે. “મારી શક્તિ નથી. માટે હું છે નથી કરતો, બાકી મારી ભાવના તો છે જ.” એવા વિચારોથી જાતને છેતરશો નહિ. આ ભયંકર બાબત છે. ૪ - તમારી સામે ત્રણ વસ્તુ રજૂ કરે છે : (૧) શક્તિગોપન (૨) શક્તિ-ઉલ્લંઘન (૩) શક્તિ વધેન. 8 એમાં પોતાની શક્તિ છપાવવી, શક્તિ હોવા છતાં જિનાજ્ઞાઓ ન પાળવી એ શક્તિગોપન તો ખરાબ છે જ. એમ જેટલી શક્તિ હોય એના કરતા ઘણું વધારે કરવાનો પ્રયત્ન કરવો એ શક્તિ-ઉલ્લંઘન પણ 8 નુકશાનકારી છે. 8 દશ રોટલી ખાવાની શક્તિવાળો સંયમી એક સાથે સોળ રોટલી ખાય તો એણે શક્તિનું ઉલ્લંઘન કર્યું છે આ કહેવાય. એ માંદો પડે, અપચો થાય એ નક્કી છે. એમ જેનાથી નવકારશી પણ માંડ થતી હોય, તે ઉલ્લાસમાં આવી આંબિલની ઓળીઓ ઉપાડી લે તો છે 8 ખેંચી-ખેંચીને ઓળી કરી લે તો ય પછી માંદગી વગેરેમાં પટકાય એવી શક્યતાઓ ઘણી જ છે. CEEEEEEEEEEEEEEEE CEEEEEEEEEEEEEEE ತುತುತ સંયમ રંગ લાગ્યો - ઉપસપ સામાચારી ૦ ૨૧
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy