SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ EEEEEEE હssessage s ઉપસંપદ્ સામાચારી ન કરીએ છીએ. ૯૦ વર્ષનો વૃદ્ધ સાધુ વાડામાં ઠલ્લે જાય તો ય કોઈ એને ઠપકો નહિ જ આપે. પણ ૨૪ વર્ષનો છે. યુવાન સાધુ એક કીલોમીટર દૂર નિર્દોષ અંડિલભૂમિ હોવા છતાં પ્યાલામાં જઈને ઘાસ વગેરે ઉપર કે શુદ્ધ છે જમીનમાં પરઠવશે તો ય સાધુઓ કહેશે કે “અલા ! નજીકમાં જગ્યા મળે જ છે ને? આમ પરઠવે છે શા માટે? A છે આ ખોટા સંસ્કાર કહેવાય.” આ ૧૦૪ ડીગ્રી તાવવાળો સંયમી ચોમાસી ચૌદશના દિવસે બેસણાનું પચ્ચખ્ખાણ માંગે તો પણ ગુરુ એને છુટ્ટી 8 નવકારશી કરાવે. અને એ જ વખતે રોજ એકાસણા કરનારો સાધુ ત્યારે પણ એકાસણાનું પચ્ચખાણ માંગે છે તો ગુરુ કહેશે જ કે “આવડા મોટા દિવસે પણ એક આંબિલ કરવાની ભાવના નથી થતી ? આ કેવી તમારી & શિથિલતા?” # હરણિયાનું ઓપરેશન કરાવી ચૂકેલો સંયમી એક ઘડો પાણી લેવા જતો હોય તો પણ ગુર અટકાવે કે “તને છે દુઃખાવો થશે. ન જઈશ” અને સક્ષમ સાધુને ઘડા લાવવાનું કામ સોંપવામાં આવે અને એ ના પાડે, તો ગુર છે જ ખખડાવી પણ દે કે “કામચોર છો, તમે ? સાધુઓની ભક્તિ નથી કરવી ? પાણીના ઘડા લાવવામાં શરમ આવે આ છે ?” આ દરેક પ્રસંગમાં ચોખુ જોવા મળે છે કે શક્તિને ગોપાવનારો સંયમી નિંદનીય બને છે. જ્યારે શક્તિ છે જ ન હોવાને લીધે ઓછું સંયમ પાળનારો સંયમી નિંદનીય નથી બનતો. અરે ! એ વૃદ્ધ સાધુ જાતે નીચે વાડામાં છે પ્યાલો મુકવા જતા હશે તો સાધુઓ એના સ્વાવલંબનની પ્રશંસા કરશે. ૧૦૪ ડીગ્રીવાળાને બેસણાનું પચ્ચ. માંગતો જોઈ સાધુઓ એની અનુમોદના કરશે. હરણિયાવાળા સાધુને એક ઘડો પાણી લાવવા પણ તૈયાર થતો છે જોઈ સંયમીઓ એની સરાહના કરશે. R. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે “કોણ કેટલા આચારો પાળે છે ?” એ મહત્વનું નથી. પરંતુ “કોણ શક્તિ ફોરવે છે? શક્તિનું નિગૂહન નથી કરતો?” એ અત્યંત મહત્વનું છે. એટલે હવે સંયમીઓએ પોતાના જીવનમાં પણ એ નથી જોવાનું કે, “હું કેટલા આચારો પાળું છું? હું છે આંબિલાદિ કરું છું કે નહિ ?” એ જુઓ તો ય મુખ્ય તો એ જ જોવાનું છે કે “એવા ક્યા સંયમયોગો છે ? A છે જે મારી શક્તિ હોવા છતાં હું નથી આચરતો ? “જિં સદા ન સમાયોનિ” { દા.ત. “હું આંબિલ કરું તો મને વાયુ થાય છે, જડતા આવે છે. તો ભલે હું આંબિલ ન કરું. પણ એકાસણામાં રોટલી-શાક-દાળ-ભાત અને વધુમાં વધુ દૂધ વાપરું તો તો મારું શરીર ચાલે જ છે ને? તો પછી છે મારે મીઠાઈઓ, ફરસાણો, ફળો વગેરે તો છોડી જ દેવું જોઈએ. આંબિલ ન કરું એ મારી શક્તિ ન હોવાને 8 લીધે ચાલશે. પણ મીઠાઈ વગેરેનો ત્યાગ ન કરું તો મારી શક્તિ હોવાને લીધે ન ચાલે. કમસેકમ મહીનામાં # ૩ કે ૫ દિવસથી વધારે દિવસ ન વાપરવાની પ્રતિજ્ઞા મારે લેવી જોઈએ.” એમ “સ્થડિલભૂમિ બે કી.મી. દૂર હોય તો મારી શક્તિ ન હોવાથી, તડકો અને થાક પુષ્કળ લાગતા છે જ હોવાથી ભલે ત્યાં ન જાઉં. પણ એટલે કાયમ માટે વાડામાં જ જવું એ પણ યોગ્ય નથી. મારે નિયમ લેવો શું જોઈએ કે પોણો કિ.મી. સુધીમાં જ્યાં અંડિલભૂમિ મળે ત્યાં મારે બહાર જ જવું. આટલી તો મારી શક્તિ EEEEEEEEEEE ECECECCHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE હું રાત્રે ૧૨ વાગ્યા સુધી સ્વાધ્યાય કરું અને સવારે પાંચ વાગે ઉઠી જાઉં, તો તો મારું માથું દુઃખવા છે જ લાગે. તાવ આવી જાય. મારે ૬ થી ૭ કલાકની ઉંઘ વિના શરીર ટકતું નથી. તો ભલે ૧૨ વાગ્યા સુધી પાઠ ન કરું. પણ ૧૦.૩૦ કે ૧૧ વાગ્યા સુધી પાઠ કરું તો મને ૬-૭ કલાકની ઉંઘ મળી જ રહે છે. એટલે ૧૨ સુધી સ્વાધ્યાય ન કરે એ ચાલશે. પણ ૧૦-૧૧ વાગ્યા સુધી પણ સ્વાધ્યાય ન કરે એ તો ન જ ચાલે. આ લડાઈ . . . :- - સંચમ રંગ લાગ્યો - ઉપસંપદ સામાચારી ૦ ૨૬૦ TECHTECO
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy