SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ યથા યોગ્ય આચરણ કર્યું તેમજ ન્યાયનીતિ શૂન્ય એવા ઉદ્દામ શત્રુઓને પણ મિત્ર ગણી (તેઓની સાથે મિત્રની જેમ વર્તી) મારા અધ્યયન કાર્યને સાધ્યું તે પ્રાજ્ઞ શ્રી નયવિજય મહારાજ હંમેશા મારા વડે પ્રમોદ પૂર્વક ઉપાસના કરાય છે. ૯ तेषां पादरजः प्रसादमसमं संप्राप्य चिन्तामणि जैनीं वाचमुपासितुं भवहरी श्रेयस्करीमायतौ । यत्याचारविचारचारचरितैरत्यर्थमभ्यर्थना - देष न्यायविशारदेन यतिना ग्रन्थः सुखं निर्ममे ॥१०॥ સંસારનાશક અને ભવિષ્યમાં હિતકર એવી જિનવાણીની ઉપાસના કરવા માટે તેઓના ચરણરજની ચિન્તામણિ સમાન અજોડ કૃપાને મેળવીને, સાધુ સંબંધી આચાર-વિચારોથી પવિત્ર છે આચરણ જેઓનું એવા સાધુઓએ અત્યંત પ્રાર્થના કરી હોવાથી ન્યાયવિશારદ સાધુ (શ્રી યશોવિજય મહારાજ) વડે આ ગ્રન્થ સુખપૂર્વક રચાયો. ।।૧૦। यावद्धावति भास्करो घनतमोघ्वंसी वियन्मण्डले । स्वर्गङ्गापुलिने मरालतुलनां यावच्च धत्ते विधुः । यावन्मेरु महीघरोऽपि धरणीं धत्ते जगच्चित्रकृद् ग्रन्थो नन्दतु तावदेष सुधियां खेलन् कराम्भोरु हे ॥११॥ ગાઢ અંધકારનો નાશ કરનારે સૂર્ય જ્યાં સુધી નભોમંડલમાં ફરે છે. (ફરશે) અને જ્યાં સુધી ચંદ્ર આકાશ ગંગાના કિનારા પર હંસની તુલના કરે છે (ફરશે) તેમજ જ્યાં મેરૂપર્વત પૃથ્વીને ધારણ (ક૨શે) ત્યાં સુધી જગતને આશ્ચર્ય પમાડનાર આ ગ્રન્થ સબુદ્ધિવાળા પંડિતોના કમલમાં ખેલતાં ખેલતાં આનંદ પામો. ।।૧૧। ये ग्रन्थार्थविभावनादतितमां तुष्यन्ति ते सन्ततं सन्तः सन्तु मयि प्रसन्नहृदयाः किं तैरहो दुर्जनैः ? येषां चेतसि सूक्तसन्ततिपय ः सिक्तेऽपि नूनं रसो मध्याह्ने मरुभूमिकास्विव पयोलेशो न संवीक्ष्यते ॥ १२ ॥ ગ્રન્થાર્થની સૂક્ષ્મવિચારણાથી જેઓ અત્યંત તુષ્ટ થાય છે તે સજ્જનો હંમેશા મારા પર પ્રસન્ન ચિત્તવાળા થાઓ. અહો ! તે દુર્જનોથી સર્યું ! સુભાષિતોની પરંપરારૂપી પાણીથી સીંચાયેલા પણ જેઓના ચિત્તમાં, મરૂભૂમિમાં જેમ મધ્યાહ્ને પાણીનો છાંટો પણ જોવા મળતો નથી તેમ ગ્રન્થ અંગેનો રસ ઊભો થતો નથી. ૧૨॥ किमु खिसे खल ! वृथा खलता किं फलवती क्वचिद्दृष्टा ? परनिन्दापानीयैः पूरयसि किमालवालमिह ? ॥१३॥ હે દુર્જન ! વૃથા શા માટે ખેદ કરે છે. શું ખલતાને ક્યાંય ફળવાન બનેલી દેખી ? તેથી પારકાની નિંદા રૂપ પાણીથી અહીં ક્યારાઓ શા માટે પૂરે છે ? ।।૧૩। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૬૨
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy