________________
॥ અથ પ્રશસ્તિ: i सप्ताम्भोधितटीनटीहतरिपुस्त्रीनेत्रनीरद्रवत् तद्वक्षोजतटीपटीरपटलीशोषिप्रतापोष्मणः । येषां कीर्त्तिरकब्बरक्षितिपतेर्नृत्यं पुरो निर्ममे,
श्रीमन्तः स्म जयन्ति हीरविजयास्ते सूरिपञ्चाननाः ॥ १ ॥
જેના પ્રતાપની ગરમી, હણાયેલા શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી ભીનું થયેલ જે તેઓના સ્તન ૫૨ ૨હેલ વસ્ત્રપટલ તે વસ્ત્રપટલને સૂકાવનાર છે તેવા અકબર રાજાની આગળ સાત સમુદ્રના કિનારાઓ ૫૨ નૃત્ય કરનાર નટી જેવી જેમની કીર્તિએ, નૃત્ય કર્યું તે સૂરિસિંહ શ્રી હીરવિજયસૂરિ મહારાજ વિશ્વમાં જય પામી ગયા ||૧||
वादाम्भोधिरशोषि पोषितदृढस्याद्वादवाचां महान् येषां वाडवतेजसापि न जगद्विख्यातविद्याभृताम् ।
श्रीहीरप्रभुपट्टनन्दनवनप्रत्यक्षकल्पद्रुमाः
પ્રશસ્તિ
सूरिश्रीविजयादिसेनगुरवो रेजुर्जगद्वन्दिताः ॥२॥
જગવિખ્યાત પંડિતોના વડવાનલથી પણ પુષ્ટ અને દૃઢ સ્યાદ્વાદ યુક્ત વાણીવાળા એવા જેઓનો વાદસમુદ્ર સૂકાયો નહિ તે, શ્રી હીરસૂરિ મહારાજની પાટ રૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન અને આખા જગતથી વંદાયેલા એવા ગુરુ શ્રી વિજયસેનસૂરિ મહારાજ શોભ્યા. ॥૨॥
वृद्धं चारुमरुत्प्रसंगवशतश्चित्रं ययौ यत्तपस्तेजः कल्पशकक्षदाहपटुतामाचाम्लनीरैरपि । सूरिश्रीविजयादिदेवगुरवो राजन्ति ते सत्तदा
म्नायन्यायनिधानमानसलसद्ध्यानप्रधानप्रथाः ॥३॥
સુંદર પવનસંગના કારણે (સુંદ૨ દેવતાઓએ કરેલ પ્રકૃષ્ટ સંગના કારણે) વધેલ જેઓના તપનું તેજ (અગ્નિ) આયંબિલરૂપ પાણીથી પણ કર્મસમૂહનો દાહ કરવામાં કુશળ બન્યું તે, તેઓની (શ્રી સેનસૂરિ મહારાજની) પરંપરામાં ન્યાયના નિધાનભૂત એવા મનમાં વિલસતા ધ્યાનથી મુખ્ય પ્રસિદ્ધિ છે જેઓની એવા ગુરુ શ્રી વિજયદેવસૂરિ મહારાજ જગત્માં શોભે છે. III
आदत्ते न कुमारपालतुलनां किं धर्मकर्मोत्सवै र्यच्चातुर्यचमत्कृतः प्रतिदिनं श्रीचित्रकूटेश्वरः । तत्पट्टोदयशैलतुङ्गशिखरे मार्त्तण्डलक्ष्मीजुषः सूरिश्रीविजयादिसिंहगुरवस्तेऽमी जयन्ति क्षितौ ॥४॥ इतश्च -
જેમના ચાતુર્યથી ચમત્કાર પામેલા ચિતોડનરેશે ધર્મ અનુષ્ઠાનોના ઉત્સવોમાં કુમારપાલની તુલના કરી તે અને શ્રીદેવસૂરિમહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતના ઊંચા શિખર પર સૂર્ય જેવી શોભાવાળા એવા તે શ્રીવિજયસિંહસૂરિ મહારાજ પૃથ્વી પર જયવંતા વર્તે છે. II૪।।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૦
-