________________
BEE ઉપસંપદ સામાચારી
चन्द्र.
भावप्राधान्यवादिना="भावः=अन्तःकरणपरिणतिः एव प्रधानं, तदनुसारेणैव वन्द्यत्वावन्द्यत्वभेदः"इति वादिना । तयोः = वय: पर्याययोः कार्याक्षमत्वात् = यदर्थं वन्दनं क्रियते, तदसाधकत्वात् । वन्दनं हि ज्ञानदर्शनचारित्रादिगुणानां अनुमोदनार्थं तद्द्द्वारा तद्गुणसाधनार्थं च क्रियते । वयःपर्यायाधिकत्वमात्रेण वन्दने क्रियमाणे तु स वय: पर्यायाभ्यां ज्येष्ठः कदाचिन्निर्गुणोऽपि भवेत्, ततश्च तस्मिन् गुणानामेवाभावात् गुणानुमोदनादिकं कार्यं कथं भवेत् ? इति । एतदेवाह नहि पर्यायेणेत्यादि ।
ટીકાર્થ : “આત્મપરિણામ જ પ્રધાન છે, મુખ્ય છે” એમ માનનારા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના જે ત્રણ નયો છે એ નયોની અપેક્ષાએ વિચારીએ તો “મોટાને વંદન કરવું” એ વિષયમાં વ્રતનો કાળ કે વૃદ્ધત્વાદિ અવસ્થા આદર કરવા યોગ્ય નથી, કેમકે વ્રતકાળ કે ઉંમર કાર્ય કરવા માટે સમર્થ નથી. પર્યાય કે ઉંમરથી મોટો પણ સાધુ જો વિશિષ્ટ ઉપયોગથી રહિત હોય તો એ પરમપદના કારણભૂત એવી નિર્જરાને પામી શકતો નથી. એટલે એ બે વસ્તુ પ્રામાણિક ન ગણાય.
यशो. व्यवहारस्य=व्यवहारनयस्य पर्यायो वयो वा प्रमाणं - आदरणीयम् । यद्यपि वन्दनौपयिको वन्द्यगतो गुणविशेष एव तथाऽप्यालयविहारादिविशुद्धिसध्रीचीनस्य पर्यायविशेषस्यैव तत्प्रतिसंधानोपायत्वात् पर्याय एव प्रधानम्,
चन्द्र. - व्यवहारनयनिष्कर्षमाह यद्यपीत्यादि । अहमपि मन्ये, यदुत वन्दनकरणार्थं वन्द्यगतो ज्ञानादिगुण एवोपयोगी, तथापि कस्मिन् अधिको ज्ञानादिगुणो वर्तते ? इति तु छद्मस्थैः ज्ञातुमशक्यम् । तज्ज्ञानोपायस्तु आलयविहारादिविशुद्धियुक्तः पर्यायविशेष एव । य: आलयविहारादिविशुद्धियुक्तः पर्यायज्येष्ठश्च, स चारित्रादिगुणैरधिको भवति । तादृशविशुद्धियुक्तस्तु पर्यायलघुः तत्सकाशाच्चारित्रादिगुणैर्लघुः भवतीति स लघुः तं तादृशविशुद्धियुक्तमधिकपर्यायवन्तं वन्देतेति व्यवहारनयाभिप्रायः ।
अक्षरार्थस्तु स्पष्ट एव । केवलं तत्प्रतिसंधानोपायत्वात् = वन्दनोपयोगिज्ञानादिगुणाधिक्यस्य यत्प्रतिसंधानं=ज्ञानं, तदुपायत्वात् ।
व्यवहारनय एवाह यत एवं पर्यायविशेष एव गुणविशेषज्ञानोपायः, तदनुसारेण च वन्दनादिव्यवस्था । ततः पर्याय एव प्रधानं ।
વ્યવહારનય કહે છે કે પર્યાય કે ઉંમર આદરણીય છે. જો કે આમ તો વંદન કરવા માટે ઉપયોગી તો વંદનીયમાં રહેલો ગુણ=આત્મપરિણામ જ છે. અર્થાત્ જે વંદન કરાય છે એ આત્માના ગુણને નજર સામે રાખીને જ કરાય છે. ઉંમર કે પર્યાયને નહિ. પરંતુ “આ વ્યક્તિમાં અધિકગુણો છે” એનું પ્રતિસંધાન=જ્ઞાન શી રીતે થાય ? એ જ્ઞાન કરવાનો ઉપાય આલયવિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવો પર્યાયવિશેષ=વંદકપર્યાય કરતા અધિક પર્યાય જ છે. અર્થાત્ જે સાધુ આલયવિહારાદિની વિશુદ્ધિથી વિશિષ્ટ એવા અધિક પર્યાયવાળો હોય તે સાધુ બીજા માટે વંદનીય બને, કેમકે એ પર્યાયને જોઈને જ નક્કી કરાય કે “આ સાધુ અધિક ગુણી છે” અને એ રીતે તેને વંદન કરાય.
આમ પર્યાય જ વંદનવ્યવહા૨માં પ્રધાન બને છે. (જેઓ માત્ર ભાવને જ પ્રધાન માને છે. તેઓ વંદનાદિની વ્યવસ્થા શી રીતે કરશે ? કેમકે કોનામાં વધારે ગુણો છે ? એ આત્મપરિણામની બાબતો તો છદ્મસ્થો શી રીતે
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૦