SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પર બે ય ને અત્યંત અહિતકારી પણ બની શકે. હા, આ અવસરે દસ વર્ષ પૂર્વે ભારતે પાકિસ્તાનના જ કોઈ અત્યંત ચાલાક સેનાપતિને પકડીને કેદ કરેલો હોય એવા એ કેદી પાકિસ્તાની સેનાપતિને પણ ભારતના સેનાપતિપદે ન મુકાય, કેમકે એ શત્રુદેશનો હોવાથી ભારતનું જ નિકંદન કાઢી નાંખે. એમ સંવિગ્નતા વિનાના, સાચી પરોપકારની ભાવના વિનાના, માન-સન્માન, યશ-કીર્તિ, ભોજનાસક્તિ વિગેરેથી ખરડાયેલા અત્યંત વિદ્વાન્ ગણાતા સાધુઓના વચનો પણ વિશ્વસનીય બની શકતા નથી. એમાં ખૂબ જોખમ સંભવે છે. માટે આ સંવિગ્ન, અગીતાર્થ એવા સાધુઓના વચનોમાં જલ્દી ‘તહિત્ત’ કરાય નહિ. શિષ્ય : ગુરુદેવ ! આપે દૃષ્ટાન્તો દ્વારા તો આ વાત બરાબર સમજાવી, પણ શાસ્ત્રકારો પણ શું આપના જેવું જ નિરૂપણ કરે છે? તથાકાર સામાચારી ગુરુ : તને મારા વચનમાં શંકા કેમ થઈ ? એ જ આશ્ચર્ય છે. છતાં તારી ઈચ્છા છે તો શાસ્રવચનો પણ તને બતાવું. जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ अ गच्छं अनंतसंसारिओ होइ ॥ (ઉપદેશમાલા-૩૯૮) ભગવાન વર્ધમાનસ્વામીના શિષ્ય, અવધિજ્ઞાની ધર્મદાસગણિ કહે છે કે અગીતાર્થ આચાર્ય ભલે ને ગમે એટલું ઉત્કૃષ્ટ સંયમજીવન પાળે. એ અગીતાર્થ આચાર્યની નિશ્રામાં રહેલો વિરાટ ગચ્છ પણ ભલે ને ઉત્કૃષ્ટ સંયમજીવન જીવે. એ અગીતાર્થ આચાર્ય ભલે ને હોંશે હોંશે આખા ગચ્છને સંભાળે. પણ એ અગીતાર્થ આચાર્ય અને એમની નિશ્રામાં રહેલો આખો ગચ્છ અનંતસંસારી થાય. આવા તો અનેક શાસ્ત્રપાઠો ગુરુતત્ત્વવિનિશ્ચય, ગચ્છાચાર વિગેરે ગ્રન્થોમાં છે. પણ મને લાગે છે કે ઉપરનો એક જ શાસ્ત્રપાઠ પૂરતો છે એટલે હવે બીજા શાસ્ત્રપાઠો આપતો નથી. શિષ્ય : અગીતાર્થ એવો સંવિગ્ન શી રીતે નુકસાનકારી બને ? એ માટે જીવનમાં જ અનુભવાતા કોઈક પ્રસંગો જણાવશો ? ગુરુ : સંવિગ્ન સાધુઓ ઉત્સર્ગમાર્ગના અતિ આગ્રહી હોય છે એટલે યોગ્ય સ્થાને અપવાદ સેવવા ન દે. નિરૂપણ પણ એકાંત ઉત્સર્ગનું જ કરે. પરિણામે નુકસાન થાય. દા.ત. એક શિષ્યને કમળો થયો. ડોક્ટરે બે મહિના શે૨ડીનો રસ પીવાની સૂચના કરી. એના ગુરુ સંવિગ્ન, અગીતાર્થ હતા. એમણે શિષ્યને કહી દીધું કે, શાસ્ત્રમાં ફળોના રસ વિગેરે વાપરવાની સ્પષ્ટ ના છે. એટલે આપણાથી આ ન જ વપરાય. આપણા માટે સંયમ મહાન્ છે.’ શિષ્યે એમની વાત સ્વીકારી. શેરડીનો રસ ન પીધો. કમળો વકર્યો. અંતે મૃત્યુને ભેટવું પડ્યું. સંયમ ગુમાવી દેવું પડ્યું. જો રસ પી લઈ, સાજા થઈ પછી વર્ષો સુધી સાધના કરી હોત તો મોક્ષ ઘણો નજીક લાવી શકાત, કેમકે મોક્ષમાર્ગની સાધના મુખ્યત્વે સંયમ વિના તો શક્ય જ નથી. રસ્તામાં જ એક સાધુનો એક્સિડન્ટ થયો. અગીતાર્થ, સંવિગ્ન ગુરુએ બાકીના સાધુઓને કહી દીધું કે, ‘આને ગાડીમાં નાંખીને શહે૨માં લઈ જઈએ તો કદાચ બચી પણ જાય. પણ પ્રભુએ વાહનનો ઉપયોગ કરવાની ના પાડી છે. એટલે આપણે તેને અહીં જ નવકારાદિ સંભળાવી દઈએ.' આવી પરિસ્થિતિમાં બિચારા શિષ્યની સમાધિ શી રીતે ટકે? ભયંકર રીબામણ સાથે મૃત્યુ થયું. કઈ ગતિમાં જીવ ગયો એ તો કેવલી જાણે પણ એણે અતિ મોંઘેરું મુનિજીવન ગુમાવી દીધું. એ રીતે કો'ક શિષ્ય કહે કે ‘ગુરુજી ! એકાસણા મને ખૂબ અઘરા પડે છે. આપ રજા આપો તો બેસણા સંયમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી ૦ ૨૫૫
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy