________________
અધ્યાય-૧
[ ૪૩ तथा अनेकनिर्गमादिवर्जनमिति ॥२३॥ અર્થ–જવા આવવાના અનેક રસ્તારહિત ઘર બંધાવવું.
ભાવાથ:-ઘરમાં પ્રવેશ કરવાના અને બહાર નીકળવાનાં બહુ બારણાં ન રાખવાં, કારણ કે તેથી ઘરની બરાબર રીતે રક્ષા થઈ શકે નહિ અને સ્ત્રી વગેરે ઘરના માણસોને તેમજ વિભવને ઉપદ્રવ થવાનો સંભવ રહે છે. ઘરના બારણની રક્ષા કરવાથી બીજા માણસે ઘરમાં દાખલ થઈ શકતા નથી, કારણ કે અમુક બારણાનું રક્ષણ તરત થઈ શકે છે, અને તેથી ઘરમાં રાખેલી વસ્તુઓ કઈ લઈ જવા શક્તિમાન થતું નથી. જે ઘરને આવવા જવાનાં બહુ બારી બારણાં હોય, તેનાં તાળાં દરરોજ રાત્રે તપાસવાં પડે છે, અને કદાચ ભૂલથી એકાદ બારણું ઉઘાડું રહી ગયું, તે ચોરીને ભય રહે છે. માટે ઉપરના માળમાં હવા માટે બહુ બારીઓ હય, પણ આવવા જવાનું તે એકજ મોટું બારણું રાખવું, એમ શાસ્ત્રકારને અભિપ્રાય છે. આ રીતે સ્થાન સંબંધી આપણે વિચાર કરી ગયા.
યોગ્ય વેષ तथा—विभवाद्यनुरूपो वेषो विरुद्धत्यागेनेति ॥२४॥
અર્થ વિરૂદ્ધ વેષને ત્યાગ કરીને પિતાની સંપ ત્તિને છાજે તે પિશાક ધારણ કરે. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
પગની જાંધ અધ ઉઘાડી રાખવી, પાઘડીને છોગું મુકવું, તથા જાર પુરૂષ અથવા હેરીલાલાની ચેષ્ટાદર્શક વષ પહેરવે તે વિરૂદ્ધ વેષ સમજ. તેવા વેષને ઉભટ વેષ કહેવામાં આવે છે. ઉભટને અર્થ સુંદર, આકર્ષક, ઉત્કૃષ્ટ એ થાય છે. આ ઉપરથી એમ ને સમજવું કે સારો પિશાક પહેરવાની શાસ્ત્રકાર મના કરે છે..