________________
અધ્યાય–૧
[ ૩૩
થઈ શકે, પણ જ્યાં જ્ઞાનનેાજ મન્ન થયા ત્યાં ઉપાય શા ? જયાં પેાતાની માતાજ ઝેર આપે, જ્યાં વાડજ ચીભડાં ચારે, ત્યાં ઉપાય શે ? આના ઉપાય કેવળ સદ્ગુરૂની પ્રાપ્તિમાં રહેલા છે. જ્યારે સદ્ગુરૂ મળે અને તેમના દ્વારા વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે પેાતાના જ્ઞાનની અલ્પતાના ખ્યાલ આવે અને ત્યારેજ પેાતાની લઘુતાનું ભાન થાય. કહ્યું છે કેઃ
લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર; કીડી હૈ। મીસરી ચુગે, ગજ શિર નાખે ધૂળ !
જ્ઞાન, આત્માના સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણુ માટે કાણ ઉન્મત્ત થાય ? કારણ કે આત્માને સ ંતાએ જ્ઞાન યજ્ઞપસમરું નિર્માળ જ્ઞાનસ્વરૂપી કહેલા છે. માટે જેનું સ્વરૂપ જ્ઞાનમય છે, તેવા આત્માના સ્વાભાવિક ગુણ માટે કોઈ પ્રકારના મદ-અભિમાત રાખવા, તે કેવળ આત્મસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે.
બીજી સાત વસ્તુએ માટે કાઈ પ્રકારના મદ રાખવા તે ચિત નથી. કારણ કે કુળ, બળ, ઐશ્વર્યાં, રૂપ, લાભ, તપ અને જાતિ એ આપણા શરીરને આશ્રયી રહેલાં છે, અને તેમાંના કેટલાંક તે એક ભવમાંજ બલાય છે અને કેટલાંક બીજા ભવમાં બદલાય છે, પણ તેમાંના કાષ્ઠ પદાર્થ આપણી સાથે અખંડ રહેતા નથી, કારણ કે જયારે મરણ થાય છે ત્યારે કુળ, બળ, અશ્વ, રૂપ, લાભ, તપ કરવાને યાગ્ય શરીર અને જાતિ સાથે આવતાં નથી. માટે જે ચીજો એક ભવ આશ્રયી છે તેના પર અત્યંત આસક્તિ રાખવી, અને ખીજામાં તે ન હેાય તેને આપણાથી હલકા અથવા નીચ ગણવા એ કેવળ અજ્ઞાનતાના ઉન્માદ છે.
શાસ્ત્રમાં થત છે કે જે બાબતને માણસ મદ કરે છે, તેનાથી ખીજો ભવમાં તે હીન થાય છે. એનાં ઘણાં દૃષ્ટાંતા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાવીર સ્વામી પ્રભુએ મરીચિના ભવમાં પેાતાના કુળના મઢ કર્યાં તેના પરિણામરૂપે છેલ્લા ભવમાં તેમને જધન્ય
3