________________
૧૨ ]
ઘમબિન્દુ છે. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એ કહેવત આપણને લાગુ ન પડે તે વિચારવા જેવું છે.
ન્યાયથી ઉપાર્જન કરેલું ધન તો ઉપર જણાવ્યા પ્રમાણે બને લકમાં હિતકર થાય છે. હવે તેથી ઉલટી રીતે પેદા કરેલા ધન સંબંધી ગ્રન્થકાર કહે છે – ગદિતાવૈવારિત છે ૬ तदनपायित्वेऽपि मत्स्यादिगलादिवद्विपाकदारुणत्वादिति॥७॥
અથ:-ઉપર જણાવેલા કરતાં બીજું એટલે અન્યાયથી મેળવેલું તે અહિતને માટે જ થાય છે. કારણ કે તેવું ધન વિનાશ ન પામે, તે પણ માછલા આદિને પકડવા માટે, કણક સહિત લેઢાના આંકડાની જેમ પરિણામે દુઃખદાયી બને છે.
ભાવાથ–મૂળમાં ઘવ શબ્દ મૂકીને ગ્રન્થકારે જણાવ્યું કે અન્યાયથી પેદા કરેલું ધન નક્કી અહિતકારી જ નિવડે છે. કદાચિત પાપાનુબંધી પુણ્યના ઉદયથી, કેટલાક સમય તે ધન વિનાશ ન પામે; તાપણ તેમાં આનંદ પામવાનું નથી. કેટલાક અજ્ઞાન મનુષ્ય બીજએને અન્યાયથી ધન પેદા કરતા જોઈ લેભાઈ જાય છે, અને લેમને વશ થઈ તે પ્રમાણે આચરણ માટે પ્રેરાય છે. ખરેખર તેમને કર્મના ઉપર વિશ્વાસ નથી. કારણ કે કર્મનો નિયમ અચળ અને સનાતન છે. તે આપણને જણાવે છે કે, જેવું કરશે તેવું પામશે. તમે ખાનગી ગુને કરી રાજદંડથી કદાચ બચી જાઓ, પણ કર્મને નિયમ તો કહે છે કે કેવળ તમારા કાર્ય અને વચન માટે નહિ પણ તમારા સારા અથવા ખરાબ વિચારો માટે પણ તમે જવાબદાર છે. તે પછી અન્યાયી આચરણનું દુષ્ટ પરિણામ આવવાનું એ નિઃસંશય વાત છે.