________________
૪૮૦ ]
ધર્મબિન્દુ આત્મા એજ પિતાને છે, અને આત્મા સિવાયના સર્વ પદાર્થો પરભાવ છે, પુગલના ખેલે છે; એવો આત્મા અને અનાત્મા, ચેતન અને જડ વચ્ચે ભેદ જે યથાર્થ સમજે તેણે જાણવા યોગ્ય સવ' વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે, એમ યથાર્થ રીતે કહી શકાય. તે આત્મ જ્ઞાની પુરૂષ આત્મામાં આનંદ શોધે છે, અને ત્યાં તેને તે મળે છે.
એજ વિચારને પુષ્ટિ આપતા શાસ્ત્રકાર લખે છે – अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेवेति ॥५४॥
અર્થ–બીજા વિષયે મેળવવાથી દુઃખની નિવૃત્તિ થાય છે, પણ તે દુઃખરૂપ હોવાથી દુઃખની અનિવૃત્તિ જ છે.
ભાવાર્થ-જગતના જે બાહ્ય પદાર્થની આપણને ઈચ્છા હોય, અને જેની પ્રાપ્તિથી આપણને સુખ મળશે, એમ આપણે માનતા હોઈએ, તે પ્રાપ્ત થવાથી આપણને સુખ તે મળે. તે પ્રાપ્ત કરવામાં આપણને જે દુઃખ થાય છે, તેને આપણે વિચાર ન કરીએ તે પણ તે સુખ દુઃખરૂપજ છે, કારણ કે બાહ્ય પદાર્થોથી ઉપજતું સુખ ઐન્દ્રજાલિક છે, અને અતૃપ્તિપદ સ્વભાવવાળું છે, એટલે તે - સુખથી આપણને તૃપ્તિ નથી, પણ બીજું સુખ મેળવવા આપણું
હૃદય તલસે છે
- તે ગમે તેટલા સમય સુધી ચાલે તે પણ અનંતકાળની અપે. - ક્ષાએ તે ક્ષણિક છે, તેમજ દુઃખ ગર્ભિત છે. જે પરિણામે દુઃખ દાયી હોય, તે સુખકર છતાં દુખકરજ છે. ફરીથી લખવું પડે છે કે -
જે સુખમાં ફિર દુઃખ વસે, સૌ સુખ નહિ દુઃખરૂપ; જે ઉતંગ ફિર ગીર પડે, સે ઉત્તગ નહિ ભવરૂપ.
માટે આત્મા સિવાયના અન્ય પદાર્થની પ્રાપ્તિ શાશ્વત સુખ નહિ આપતી હોવાથી દુઃખ કરે છે.
न चास्यार्थान्तरावाप्तिरिति ॥५५॥
અર્થ-મેક્ષના જીવને બીજા પદાર્થની પ્રાપ્તિ રહી નથી.