________________
૪૫૪ ]
ધર્માનું
છે; અને તે ભવમાં તે જીવ પેાતાની સ ંપત્તિથી, પેાતાના શરીરવડે, તેમજ ઉપદેશદ્વારા–તનમન અને ધનથી-સવ પ્રકારે બીનના ઉપર અતિ ઉપકાર કરે છે. તેના સ્વભાવજ પરાપકારમય થઈ ગયા ડ્રાય છે. પરાપકાર સિવાય ખીજું કાંઈ તેને સુઝતું નથી. તે ઉદારચરિત વાળાને આખું વિશ્વ કુટુંબ સમાન છે. અમારૂં અને આ પારકું એવા જે મમત્વભાવ સામાન્ય મનુષ્યમાં જોવામાં આવે છે, અને જેથી રાગદ્વેષની ઉત્પત્તિ થઈ ક્રમ બધન થાય છે, તે મમત્વભાવ આ મહા પુરૂષમાં નાશ પામેલેા છે, અને તેથી પ્રાણી માત્રનું કલ્યાણ કરવા તેના પ્રેમમય સ્વભાવ વિલસે છે.
તેના આશય શુદ્ધ હૈાય છે; જેને સ્વાર્થના ત્યાગ કર્યો છે, તેનું હૃદય નિરંતર શુદ્ધ જ રહે છે. કારણ કે ચિત્તની શુદ્ધતાને મલિન કરનાર સ્વાર્થવૃત્તિજ છે. તે ભવમાં ધમ એજ તેના મુખ્ય વિષય છે. તે ખાદ્ય ગમે તે કાર્ય કરે પણ તેમાં પણ ધર્મભાવનાજ મુખ્ય હોય છે. તેના જીવન વ્યવહાર ધર્મભાવનાથી જ ચાલે છે,. અને તે જે ક્રિયાઓ કરે છે, તે સ` સફળ થાય છે. આ સ ચરમદેહીના સંબંધમાં કહેવામાં આવ્યુ છે.
C
तथा विशुद्धयमानाप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यभावः भव्य प्रमोद हेतुता, ध्यानसुख येागः अतिशयद्धिप्राप्तिरिति ॥ ४ ॥
અઃ——પવિત્ર અને નાશ ન પામે તેવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે; તેની સાથે તેની અકયતા થાય છે; ભવ્યજનને પ્રમેાદનું કારણ થાય છે; ધ્યાનના સુખની પ્રાપ્તિ થાય છે; અને અતિશય ઋદ્ધિ મળે છે.
ભાવા --તે ભવમાં અતિચાર રહિત અને ભાવની ન્યૂનતા વગરનુ યથાખ્યાત ચારિત્ર તે પાળે છે; ચારિત્ર અને તેની અકયતા થઈ જાય છે; તેના ઉચ્ચ વિચારીને તે વતનમાં મૂકવા સમય થાય છે..