________________
૪૦૮ ]
ધબિન્દુ
ભાવાથ:--શાસ્ત્રમાં જે વચનેા કહ્યાં છે, તેના પ્રથમ વિચાર કરી તદ્દનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે તાં તે શાસ્ત્રના પ્રણેતાનું પણ સ્મરણ થાય છે. જેના પ્રભાવ ચિતવવા અશકય છે, એવા ચિ'તામણિ રત્નસદશ ભગવાન છે. જેમ ચિંતામણિ રત્ન ઇચ્છિત પદાર્થ આપે છે, તેમ ભગવાનનું સ્મરણ પણ ઈચ્છિત પદાર્થ તે આપનારૂ છે.
શાસ્ત્રના વિચાર આવતાંજ તે શાસ્ત્રના પ્રરૂપક ભગવંતનું પણ સ્મરણ થાય છે. અને ભગવંતનું સ્મરણ થવું, તે કાંઈ જેવા તેવા લાભ નથી. માટે શાસ્ત્રોક્ત વચન વિચારીનેજ નિર ંતર પ્રવૃત્તિ કરવી.
भगवतैवमुकमित्याराधना योगादिति ॥ ४२ ॥
અઃ—ભગવતે આ પ્રકારે કહ્યું છે; એ પ્રકારના આરાધના ચેાગથી (ભગવતનું સ્મરણ થાય છે).
ભાવાર્થ :--જ્યારે શાસ્ત્રમાં કહેલા વચને આપણે વિચાર કરીએ છીએ, મનન કરીએ છીએ ત્યારે ભગવંતે આ સંબંધમાં આ પ્રકારે કહ્યું છે, એવા સ્વાભાવિક વિચાર સ્ફુરે છે. અને તેથી શાસ્ત્ર તરફ તથા શાસ્ત્રના પ્રણેતા તરફ અનુકૂળ ભાવ જાગૃત થાય છે, અને આ અનુકૂળ ભાવથી ભગવંતનુ સ્મરણ થાય છે.
एवं च प्रायो भगवत एव चेतसि समवस्थानमिति ॥४३॥ અઃ—આ રીતે ઘણે ભાગે ભગવંતનીજ સ્થાપના સારી રીતે હૃદયમાં થાય છે.
ભાવાર્થ :--આ રીતે બહુમાન પૂર્ણાંક ભગવંતનુ સ્મરણુ કરવાથી હૃદયમાં ભગવંતની સ્થાપના ઘણે ભાગે થાય છે. ૠણે ભાગે આ શબ્દો કહેવાના અર્થ એ છે કે – ક્રિયાકાળે ક્રિયામાં જ ચિત્તની સ્થાપના કરવી. જો ક્રિયા કરતી વખતે ક્રિયામાંજ ચિત્ત ન રાખે તેા. કેવળ વ્યક્રિયા થયાને દેષ આવે. ઘણી ધાર્મિક