________________
અધ્યાય-૫
L[ ૩૬૭
જ્ઞાન દર્શન અને ચારિત્રને વિનય કર. ક્ષમા રાખવી, મૃદુતા રાખવી એટલે માનનો નાશ કરે. આવભાવ રાખવો એટલે માયાને ત્યાગ કર. વિમુક્તતા એટલે તેને ત્યાગ કરવો. અદીનતા એટલે દીનપણાને ત્યાગ કર.
તિતિક્ષા એટલે પરિસહ ઉપસર્ગ વગેરે સહન કરવાં, અને આવશ્યક કર્મની શુદ્ધિ કરવી; એટલે જે રીતે કરવાં જોઈએ તે રીતે ધર્માનુષ્ઠાન કરવાં એ સર્વ સાધુના લિંગ એટલે ચિહે છે.
तथा यथाशक्ति तपःसेवनमिति ॥६२॥ અર્થપોતાની શક્તિ અનુસાર તપનું સેવન કરવું.
ભાવાર્થ-શાસ્ત્રમાં દરેક સ્થળે કહેલું છે કે પોતાની શક્તિ પ્રમાણે તપ કરવું. હાલમાં જે તપ કરવામાં આવે છે, તેમાં ઘણીવાર પિતાની શક્તિને જરાપણ વિચાર કરવામાં આવતું નથી, અને શરીર એટલું બધું ગળીને સુકાઈ જાય છે કે ધર્મકાર્ય કરવા યોગ્ય સાધન રહેતું નથી. તેમ બીજી બાજુએ શરીરનું એટલું બધું લાલન પાલન ન કરવું કે તે આપણે વશ ન રહે; આજ બાબત ખુલ્લા શબ્દમાં શ્રી મુનિચંદ્રસૂરિ (ટીકાકાર) લખે છે, તે દરેક જૈને હૃદયમાં કોતરી રાખવા લાયક છે.
कायो न केवलमयं परितापनीयो ।। मिष्टैरसैबहुविधैर्न च लालनीयः ।। चित्तेन्द्रियानि न चरन्ति यथोत्पथेन । वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥१॥
આ શરીરને કેવળ પરિતાપજ ઉપજે તેવો તપ ન કરવો, તેમજ બીજી બાજુએ મધુર વિવિધ પ્રકારના રસ વડે તેનું લાલનપાલન પણ ન કરવું ત્યારે શું કરવું તે કહે છે) ચિત્ત તથા ઇન્દ્રિએ જેનાથી ઉભાગે ન ચાલે,