________________
અધ્યાય-પ
[ ૩૫૭
ભાવાર્થ :-પેાતાની સાથે ભાજન કરવાવાળા બાલ સાધુ વગેરેને અન્ન ગ્રહણ કરવામાં અભિલાષા ઉત્પન્ન કરાવી, તે તે વસ્તુ આપવી; પણ બીજાને ન આપવી, કારણ કે તેમને આપવાના તેના અધિકાર નથી, આ પ્રમાણે સાધુઓને વહેંચી આપતાં જે ખાકી રહે તેનુ શું કરે તે કહે છે. धर्मायोपभोग इति ॥३९॥
અથ ઃ-ધમ માટે ઉપભાગ કરે.
ભાવા:-શરોર એ ધર્મનું પ્રથમ સાધન છે, તેથી ધર્મ – ઢા માં શરીર ચેાગ્ય સાધનરૂપ થાય તે માટે બાકી રહેલા આહાર તે વાપરે પણ શરીર, આકૃતિ અથવા બળવીય વધારવા પોતે અન્ન વાપરે નહિ. શાસ્ત્રમાં કશું છે કે.
ભૂખની વેદના શમાવવા માટે વૈયાવચ્ચ (સેવા) કરવા માટે, ઈર્ષા સમિતિ શોધવા માટે, સયમ ધારણ કરવા માટે, પ્રાણુ ધારણુ કરવા માટે અને ધર્મચિંત્વન કરવા માટે અન્નાદિકના ઉપભાગ કરવા.
तथा विविक्तवसतिसेवेति ॥४०॥
અર્થ-એકાંત સ્થળમાં નિત્રાસ કરવા.
ભાવા:-જ્યાં સ્ત્રી, પશુ અને નપુ ંસક વાસ ન કરતા હાય, તેવા એકાંત સ્થળમાં સાધુએ બ્રહ્મચર્ય ના રક્ષણ માટે રહેવું. બ્રહ્મચય એ સાધુઓનું ઉત્તમેાત્તમ વ્રત છે. તે વ્રતના જે ભંગ કરે છે, તે પાંચે મહાવ્રતનેા ભગ કરે છે, એમાં જરામાત્ર સંશય નથી. આ પછીના જે આઠ સૂત્ર કહેવામાં આવશે તે સર્વે બ્રહ્મચય ના રક્ષણ માટે છે. બાહ્ય કારણેા પણ શરૂઆતના પગથીયામાં અંતરમાં તેવા પ્રકારના ભાવ ઉત્પન્ન કરવા સમર્થ થાય છે, માટે નિમિત્ત કારણા પણ શુદ્ધ અને પવિત્ર રાખવા.