________________
૩૩૮ ]
ધર્મબિન્દુ યથા ગુન્તવાણિજોતિ રૂ અર્થ-ગુરૂના શિષ્યપણે રહેવું.
ભાવાથ:--પિતે જેની પાસે દીક્ષા ગ્રહણ કરી હેય, તેવા આચાર્યને જીવનપર્યત શિષ્યભાવ રાખવો. ગુરૂકુલમાં રહી સંયમ પાળવાથી શાસ્ત્રમાં બહુ લાભ વર્ણવેલા છે. કહ્યું છે કેनाणस होइ भागी थिरयरओ दसणे चरिते य । धण्णा आवकहाए गुरुकुलवास न मुञ्चन्ति ।। १ ॥
જેઓ યાવજછવ (જીવતાં સુધી) ગુરૂકુળ વાસને ત્યાગ કરતા નથી તે પુરૂષ જ્ઞાન મેળવે છે, અને દર્શન તથા ચારિત્રમાં બહુજ સ્થિર થાય છે, માટે તેવા પુરૂષોને ધન્ય છે.
એક બીજાના સહવાસથી, તેમજ ગુરુપરંપરાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે; ગુરૂકુલમાં વસવાથી અન્યાય માર્ગે પગ મૂકતાં ડર રહે છે તેથી ચારિત્રશુદ્ધિ રહે છે. અને મોટા ગુરૂ વગેરેની શ્રદ્ધા શિષ્યમાં શ્રદ્ધા (દર્શન) ની વૃદ્ધિ કરે છે. આ રીતે ગુરૂકુલ વાસથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની અધિકતા થાય છે.
तथा तद्भक्तिबहुमानाविति ॥४॥ અર્થ-ગુરૂની ભક્તિ તથા બહુમાન કરવાં.
ભાવાર્થ ભક્તિ આ સ્થળે બાહ્યક્યિા આશ્રયિને કહેલી છે, અને બહુમાન હૃદયને પ્રેમ બતાવવાને મૂકેલે છે. કહેવાને ભાવાર્થ એ છે, કે ગુરૂને બહારથી વિનય કર, અને હૃદયથી પણ તેમના પર અત્યંત પ્રેમ દર્શાવ, ગુરૂને યોગ્ય અને પાન વગેરે લાવી આપવા તથા તેમના પગ દાબવા, અને ગુરૂ આવે ઉભા થવું તેમનું આસન પાથરવું વગેરે ભક્તિના ભેદ છે, અને આ સર્વબહાર બતાવવા નહિ પણ ખરા હૃદયથી કરવું તે બહુમાન સમજવું.