________________
૩૩૬ ]
ઘમંબિન્દુ કહે છે, તે ફળ મેક્ષ છે. મેક્ષ પ્રાપ્ત કર્યા પછી જન્મમરણના ચક્રમાંથી તે આત્મા મુક્ત થાય છે. અને પરમ આનંદ મેળવે છે. જે પ્રાપ્ત થયા પછી બીજા સુખની આકાંક્ષા રહેતી નથી. આવું ઉચ્ચ ફળ છે તે તે મેળવતાં જરા માર્ગ વિકટ લાગે. તે પણ સાધ્યબિન્દુ લક્ષમાં. રાખી માગથી ભ્રષ્ટ થવું નહિ.
વિદ્યામંત્ર વગેરે સાધવામાં પણ મહા પ્રયાસની જરૂર પડે છે, તે પછી આત્મિક ઉન્નતિ સાધવામાં વધારે પ્રયાસ, પુરૂષાર્થ, અને આત્મબળની જરૂર પડે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જે કે મેક્ષમાર્ગ બહારથી બહુ દુષ્કર લાગે છે, પણ ખરી રીતે તે એટલું દુષ્કર નથી, કારણ કે, આત્મશક્તિનું સામર્થ્ય અત્યન્ત છે.
આ દુષ્કર માર્ગ શી રીતે સાધી શકાય એવી આશંકા દૂર કરવા શાસ્ત્રકાર લખે છે કે –
भवस्वरूपविज्ञानाद्विरागाच्च तत्त्वतः। अपवर्गानुरागाच स्यादेतन्नान्यथा कचित् ॥३॥इति॥
અર્થ-સંસારનું સ્વરૂપ સમજવાથી, પરમાર્થથી (ખરી રીતે) સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી અને મેક્ષ તરફના અનુરાગથી યતિમાર્ગ પાળી શકાય. આ સિવાય બીજા કઈ પણ કારણથી પાળી શકાય નહિ. | ભાવાથ–સંસારના પદાર્થ માત્ર અનિત્ય છે, ક્ષણભંગુર છે અને સુખરૂપ જણાવા છતાં દુઃખગર્ભિત છે, એ જેને પરોપદેશથી નહિ પણ જાતને અનુભવ થયો છે, તે માણસને ખરી રીતે સંસાર પદાર્થો ઉપરથી રાગ- મેહ છૂટી જાય છે. પૂર્વભવના ગાઢ સંસ્કાર હેય તે પુરૂષ કદાચ અનુભવ સિવાય ઉપદેશથી પણ સમજી શકે પણ સામાન્ય રીતે એજ કહી શકાય કે જે સંસારમાં રહેલ હોય જે ગૃહસ્થાવાસમાં રહી ધીમે ધીમે પિતાની વૃત્તિઓ અને ઈન્દ્રિયને