________________
ચોથું પ્રકરણ હવે ચોથા અધ્યાયને આરંભ કરતા શાસ્ત્રકાર ફરમાવે છે કેएवं विधिसमायुक्तं सेवमानो गृहाश्रमम् । चारित्रमोहनीयेन मुच्यते पापकर्मणा ॥१॥
અર્થ-આ પ્રમાણે ગુણ સંપન્ન થયેલ અને ગૃહસ્થાશ્રમને સેવતે માણસ ચારિત્ર મેહનીયરૂપ પાપકર્મથી છુટ થાય છે. | ભાવાર્થ-જે માણસ ગૃહસ્થાશ્રમમાં રહીને યથાર્થ રીતે સામાન્ય ગૃહસ્થ ધર્મ, અને વિશેષ ગૃહસ્થ ધર્મ પાળે છે, તે માણસ ચારિત્રને અંતરાય કરનાર ચારિત્ર મોહનીય કર્મથી છુટે છે, એટલે -ધીમે ધીમે તે મનુષ્ય ચારિત્ર લેવાને યોગ્ય થાય છે.
સામાન્ય ગૃહસ્થ ધર્મ વિશેષગૃહસ્થયમને માટે તૈયારી રૂપ છે, અને વિશેષ ગૃહસ્થ ધર્મ ચારિત્રને માટે તૈયારી રૂપ છે.
યતિ જે મહાવ્રત પાળે છે. તે વ્રત પાળવા પોતે સમર્થ થાય માટે ગૃહસ્થાશ્રમમાં શ્રાવક અણુવ્રત પાળે છે, અને મહાવતને અધિકારી થતા જાય છે.
હવે તે ચારિત્રને અંતરાય કરનાર કર્મથી આત્મા શી રીતે મુક્ત થાય તે બાબત શાસ્ત્રકારજ જણાવે છે –
सदाज्ञाराधनयोगाद्भावशुद्धनियोगतः । उपायसंप्रवृत्तेश्च सम्यकूचारित्ररागतः ॥२॥
અર્થ–ભગવાનની શુભ આજ્ઞાનું આરાધન કરવાથી થયેલી ભાવશુદ્ધિથી અને સમ્યક ચારિત્ર ઉપર અનુરાગથી