________________
૩૦૦ ]
ધમબિન્દુ ઉપસંહાર विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः परं; चारित्रकारणम् ॥१॥
અર્થ –શ્રેષ્ઠ ભાવના જેમાં મુખ્ય છે અને જે ચારિ. ત્રનું ઉત્કૃષ્ટ કારણ છે તે ગૃહસ્થને વિશેષ ધર્મ ઉત્તમ જિનેશ્વરભગવતેએ આ પ્રમાણે કહેલું છેગૃહસ્થધર્મ ચારિ. ત્રનું કારણ શી રીતે છે, તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે.
पदं पदेन मेघावी यथोरोहति पर्वतम् । सम्यकू तथैव नियामाद्धीश्चारित्रपर्वतम् ॥२॥
અર્થ –જેમ કે બુદ્ધિમાન પુરૂષ ધીમે ધીમે પગલે પર્વત ઉપર ચઢી શકે છે. તેમ ધીર પુરૂષ નિયમથી ધીમે ધીમે સારી રીતે ચારિત્ર પર્વત ઉપર ચઢે છે.
ભાવાથી–મોટા પર્વત ઉપર એકદમ ચઢી શકાય નહિ, પણ ધીમે ધીમે એક પગ પછી બીજે પગ મૂકે. અને દઢતાથી તે કાર્યને વળગી રહે તે પર્વતની ટોચે જઈ પહોંચે તેજ રીતે માણસ એકદમ ચારિત્ર ગ્રહણ કરી શકે નહિ, પ્રથમ માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરે, પછી ગૃહસ્થને વિશેષ ધર્મ પાળે, અને પછી ચારિત્ર ગ્રહણ કરવા ચોગ્ય અધિકારી થઈ શકે. એજ બાબત મળસૂત્રમાં જણાવે છે.
स्तोकान्गुणान् समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥३॥
અર્થ-ડા ગુણની આરાધના કરવાથી બહુ ગુણ આરાધન કરવા માટે માણસ એગ્ય થાય છેમાટે પ્રથમ ગૃહસ્થ ધર્મ પાળવો.