________________
૨૮૪ ]
ધર્મબિન્દુ હવે સંધ્યા વિધિ કેવા પ્રકારની છે તે શાસ્ત્રકારજ જણાવે છે.
पूजापुरस्सरं चैत्यादिवन्दनभिति ।।८३॥ અર્થ–પૂજા સહિત ચૈત્ય વગેરેનું વંદન કરવું.
ભાવાર્થ ––સંધ્યાકાળને યોગ્ય જે પૂજા તે કર્યા પછી રત્યવંદન કરવું, અને આદિ શબ્દથી યતિનું વંદન કરવું અને માતપિતાને વંદન કરવું.
तथा साधुविश्रामणा क्रियेति ॥८४॥ અર્થ–સાધુને વિશ્રામ મળે તેવી ક્રિયા કરે.
ભાવાર્થ –--મેક્ષ પ્રાપ્ત કરવાનું યોગ્ય સાધન જે વેગ તે યોગક્રિયાને આચરનારા, તેમજ સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં મન તલ્લીન કરવાથી થાકી ગયેલા સાધુઓની, તેમની સેવા કરનાર સાધુઓના અભાવમાં, સેવા કરી વિશ્રામ પમાડવો.
સાધુ પુરૂષ ગ માર્ગમાં પ્રવૃત્ત થવાથી, અથવા સ્વાધ્યાયમાં તલીન થવાથી અથવા ધ્યાનમાં મગ્ન થવાથી થાકી ગયા હોય, તે શ્રાવકે તેમની વૈયાવચ્ચ કરી તેમને વિશ્રામ આપવો, એટલે તેમને થાક ઉતરે તેવી રીતે તેમના શરીરની સેવા કરવી.
तथा योगाभ्यास इति ॥८५॥ અર્થ—ગને અભ્યાસ ક.
ભાવાર્થ –ોગને અભ્યાસ કરવો. મહિષ પતંજલિ લખે છે કે,
योगश्चित्तवृत्तिनिरोधः
ચિત્તની વૃત્તિને નિરોધ તે યોગ. જે વસ્તુના સંબંધમાં ઈન્દ્રિયે આવે છે, તે તે વસ્તુઓની છાપ તેઓ યિત ઉપર પાડે