________________
અધ્યાય-૩
[ ૨૮૧ અર્થ:-(શરીર સ્થિતિને માટે) ભવિષ્યકાળમાં કરવાના કાર્યો સંબંધી વિચાર કરવો.
ભાવાર્થ – શરીરના નિભાવ માટે અન્નપાનની જરૂર છે, તે સઘળું દ્રવ્યથી મળી શકે, તો દ્રવ્ય કેવી રીતે મળે તે સંબંધી વિચાર કરવો, એટલે પિતાને ઉચિત એ વ્યાપાર કરવો. શરીર ટકે તેમજ પિતાના ઉપર આધાર રાખતા કુટુંબ વગના ગુજરાન અર્થે દ્રવ્ય
પ્રાપ્તિ માટે વ્યાપાર કર, પણ આળસુ નિરૂદ્યમી બેસી રહેવું નહિ. - તેમ છતી શક્તિએ બીજાનો ઉપર ગુજરાન માટે આધાર રાખવો નહિ.
तथा कुशलभावनायां प्रबन्ध इति ॥७९।। અર્થ --સારી ભાવનાઓમાં ચિત્તને પરોવવું. ભાવાર્થ –દુનિયાના તમામ જીવો સુખી થાઓ. સર્વે જીવો મોક્ષ પામે, સંસારમાંથી ફલેશ કંકાસ નિર્મૂળ થાઓ, સર્વત્ર શાંતિ પ્રસરે,
લોકમાં સદ્ભજ્ઞાન અને સદ્વિચારેને ફેલા થાઓ. આવી રીતે અનેક પ્રકારે શુભ ભાવનાઓ ભાવવી.
શુભ ભાવનાઓ નિરર્થક જતી નથી. શુભ ભાવનાઓ એ શુભ વિચારો છે, અને શુભ વિચારેની આકૃતિઓ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે. તે શુભ વિચારની આકૃતિઓ ચારે તરફ ફેલાય છે, તે અન્ય મનુષ્યોના મનના સંબંધમાં આવે છે, અને તેનામાં પણ એવા વિચારે જાગૃત કરે છે. આવી તે શુભ ભાવનાઓને લીધે જગતમાંથી ઘણે અંશે ફલેશ, કંકાસ મટી જાય, અને લોકે સુખી થાય, પણ એવી ભાવનાઓ કરનારનું પ્રમાણ તેથી વિરૂદ્ધ વિચાર કરનારાની સંખ્યા તપાસતાં બહુ અલ્પ છે અને તેથી જ જગતમાં જ્યાં ત્યાં કલહ કંકાસ નજરે પડે છે.