________________
૨૪૪ ]
ધમબન્દુ ભંગ કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરવું, તેના કરતાં સામાયિક જ ન કરવું એ હિતકારી નથી?
સમાધાન-તમારું કહેવું યોગ્ય લાગતું નથી. કારણ કે સામાયિકમાં છ પ્રકારના પ્રત્યાખ્યાન છે. સાવદ્ય વ્યાપાર, ૧. મનથી નહિ કરું, ૨. વચનથી નહિ કરૂં ૩. કાયાથી નહિ કરું, ૪. મનથી નહિ કરાવું, ૫. વચનથી નહિ કરાવું, ૬. અને કાયાથી નહિ, કરાવું. આ રીતે છ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી મનથી સાવદ્ય વ્યાપાર નહિ કરૂં ફક્ત એ પ્રત્યાખ્યાનને ભંગ થાય છે, પણ બાકીના પાંચ હયાત રહે છે, માટે સર્વથા સામાયિકને અભાવ થતો નથી.. મનના દુષ્ટ ચિંતવનની શુદ્ધિ મિચ્છામિ દુકડથી થાય છે. અને. સર્વ વિરતિ સામાયિકમાં પણ તેમજ સમજવું, કારણકે મન, વચના અથવા કાય ગુપ્તિમાંથી ફઈને ભંગ થાય ત્યારે પ્રાયશ્ચિત્તજ કહેલું છે. સોલમાં પંચાશકની સેલમી ગાથામાં લખેલું છે કે “સમિતિ. ગુપ્તિના ભંગરૂપ બીજે અતિચાર પશ્ચાત્તાપથી શુદ્ધ થાય છે. માટે સામાયિકમાં લાગેલા દોષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. તેથી અતિચાર સહિત સામાયિક કરવા કરતાં ન કરવું એ સારૂં –એ તમારું કહેવું વ્યાજબી નથી. મનને વશ કરવાને અભ્યાસ પાડે, અતિચાર સહિત અનુષ્ઠાન કરતાં કરતાં નિરતિચાર અનુષ્ઠાન કરતાં માણસ શીખી શકશે, એમ પંડિત પુરુષ કહે છે. કહ્યું છે કે
अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धःः ॥ ઘણું ભવ સુધી અભ્યાસ કરતાં કરતાં તે શુદ્ધ થાય છે
પણ થોડા જ સમયમાં શુદ્ધ થઈ શકતો નથી. પ્રયત્ન કર્યા કરે, અને દરેક વખતે ભૂલ થાય તેને ભૂલ તરીકે કબૂલ કરતાં રહેવું, અને તે સુધારવા પ્રયત્ન કર, આથી આખરે નિરતિચાર શુદ્ધ સામાયિક, મન વશ કરવાથી થઈ શકશે.
હવે દેશાવગાશિક વ્રતના પાંચ અતિચાર કહે છે.