________________
અધ્યાય-૩
[ ૨૧૯ ધન અથવા વસ્તુ મૂકી ગયો હોય, તે મુદત થયે લેવા આવનાર માલધણીને આપવાની ના કહેવી તે થાપણ ઓળવવી એ નામને ચોથે અતિચાર છે.
જેમ બેટે લેખ લખવાથી અનર્થ થાય છે, તે જ રીતે પરની થાપણ એળવવાથી પણ તેટલેજ અનર્થ થાય છે. માટે આ વ્રતના ત્રીજા અરિચારના ભેદના વર્ણનથી તે જાણવું. થાપણ ઓળવવાથી. હિંસા, મૃષાવાદ, અને અદત્તાદાન એ ત્રણે દોષ લાગે છે; માટે કેઈપણ શ્રાવકે તેવું અઘટિત કાર્ય કરવું નહિ.
૫. સ્વદારમત્રભેદ-પિતાની સ્ત્રી તથા મિત્ર સાથે ગુપ્ત ભાષણ કર્યું હોય તે લોકમાં પ્રસિદ્ધ કરવું તે સ્વદારમંત્રભેદ અથવા ગુપ્ત ભાષણ પ્રકાસ ન કહી શકાય. જે ખરી વાત સ્ત્રી, અથવા મિત્ર સાથે થઈ હોય તે પ્રગટ કરવાથી અસત્ય બોલવાને દેષ તો લાગુ પડી શકે નહિ, પણ સંસાત્કારે કેની રહસ્ય વાર્તા પ્રગટ થવાથી માણસને લજજા આવે, અથવા તેથી આપઘાત વગેરે કરવા તે દોરાય તો તેનું કારણ તે ગુપ્ત વાર્તા પ્રગટ કરનારા ગણી શકાય; કારણ કે કીત એ મનુષ્યને જીવ કરતાં વધારે પ્રિય લાગે છે, અને તેથી કીર્તિ વગરના જીવન કરતાં મરવું તેઓ વધારે પસંદ કરે છે. જીવ જાય તેવી વાત કોને ન કહીએ માટે કાઈનું રહસ્ય-ગુપ્ત બાબત કાપિ પ્રગટ કરવી નહિ. કારણ કે જે સત્ય પરને નુકશાનકારી છે તે પરમાર્થથી અસત્યજ છે. માટે કેઈની ગુપ્ત વાત જાહેર કરવી તે અતિચાર ઠરે છે.
વ્રતમાં કોઈ પણ રીતે બાધ ન આવે માટે અચિતાર છે, પણ વ્રતના ભંગ માટે નથી. માટે લીધેલા વ્રતમાં ખામી ન આવે તે રીતે તે પાળવાં.
ત્રીજા વ્રતનાં અતિચાર આ પ્રમાણે છે.