________________
અધ્યાય-૩
[ ૨૧૭
લાગે છે. કારણ કે સારી વાતને પ્રસરતાં જેટલી વાર લાગે છે તેના કરતાં ઘણાજ જુજ સમયમાં ખરાબ વાત પ્રસરી જાય છે. કોઈના સંબંધી બેટી વાત પ્રસરતાં જે અનિષ્ટ પરિણામ આવે તેને જોખમદાર પ્રથમ તે વાત પ્રગટ કરનાર ઠરે છે; માટે કોઈના વિષે ખેટે વિચાર બાંધવો યા ફેલાવો તે માટે દેવ છે એમ સમજી કેઈના અછતા દેશને વાકચાતુર્યથી પ્રકટ કરવા લલચાવું નહિ.
૩, ફૂલેખક્રિયા-બેટી વાતની સુચના કરે એવા લેખ લખવા, તે મૃષાવાદ વ્રતને ત્રીજો અતિચાર છે.
જે માણસે ફૂટ લેખ લખે છે, તેઓ લેભ વૃત્તિથી આ કામ કરે છે, પણ તેઓ છેતરાય છે; કારણ કે સામે માણસ ધારે કે તમારા બેટા લેખથી છેતરાયો, અને તમને ધનને લાભ થયે, પણ તેથી જે ભારે નુકશાન તમને થાય છે તેનો તમને ક્યાં ખ્યાલ છે ? ન્યાયવૃત્તિ જે આત્માને ગુણ છે, તે આ કારણે તમારામાંથી નાશ પામે છે; અને તેથી સ્થૂળ દ્રવ્ય લેવા જતાં, આમિક દ્રવ્ય ગુમાવો છે. આ રીતે લાભને બદલે હાનિ થાય છે, કારણ કે આમિકદ્રવ્ય સ્થૂળ દ્રવ્ય કરતાં અનંતઘણું કીંમતી છે. માટે સ્થૂળ દ્રવ્યના લાભ માટે કદાપિ, મનના પરિણામને મલીન કરનાર ખેટે દસ્તાવેજ કરે એ શ્રાવકને ઘટિત નથી; વળી તેવા લેખથી સામા મનુષ્યના દ્રવ્ય પ્રાણુ તથા ભાવ પ્રાણુને વિનાશ થાય છે, તેથી હિંસા થાય છે.
ઘન એ માણસને અગીઆરમ પ્રાણુ ગણાય છે, માટે બેટા લેખથી અન્ય પુરૂષના હકના પૈસા તમે ડુબવવા માગે અને કદાચ તેમાં તમો ફાવો તો પણ અન્ય પુરૂષના ભાવ પ્રાણને પ્રથમ નાશ થાય છે, કારણ કે તેના મનમાં ચિંતા, વેર અને દેશના વિચારે ઉત્પન્ન થાય છે, તેના કારણભૂત તમે છે. ચિંતા, વેર અને દ્વેષને વિચારની અસર તેના શરીર પર પણ જણાય છે, આ રીતે તેના દિવ્ય પ્રાણને પણું નાશ થાય છે. ધનને સર્વસ્વ માનનાર ધનના